Gujarat

સોનાના વાયદાના ભાવમાં રૂ.424 અને ચાંદીમાં રૂ.411ની નરમાઈ

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.174ની વૃદ્ધિઃ મેન્થા તેલ, રબરમાં ઘટાડોઃ બુલડેક્સ વાયદામાં 175 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 960 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 487 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,260 સોદાઓમાં કુલ રૂ.18,950.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 175 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 960 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 487 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 87,519 સોદાઓમાં કુલ રૂ.5,021.74 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.53,089ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.53,203 અને નીચામાં રૂ.52,602ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.424 ઘટી રૂ.52,815ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.295 ઘટી રૂ.42,304 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.31 ઘટી રૂ.5,242ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,001ના ભાવે ખૂલી, રૂ.404 ઘટી રૂ.52,779ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,038ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,680 અને નીચામાં રૂ.69,822ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 411 ઘટી રૂ.70,060ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 326 ઘટી રૂ.70,167 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.333 ઘટી રૂ.70,167 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,511 સોદાઓમાં રૂ.1,192.40 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.280.05 અને જસત માર્ચ વાયદો રૂ.0.40 ઘટી રૂ.318ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.5 વધી રૂ.812.45 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.122.6 ઘટી રૂ.2,799.60 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 51,868 સોદાઓમાં કુલ રૂ.4,932.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,128ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,443 અને નીચામાં રૂ.8,047ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.174 વધી રૂ.8,328 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.30 વધી રૂ.357.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,237 સોદાઓમાં રૂ.148.71 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,380 અને નીચામાં રૂ.37,550ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.570 વધી રૂ.38,260ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,961ના ભાવે ખૂલી, રૂ.170 ઘટી રૂ.16968 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.10 ઘટી રૂ.1029 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 23,259 સોદાઓમાં રૂ.2,914.84 કરોડનાં 5,498.000 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 64,260 સોદાઓમાં કુલ રૂ.2,106.90 કરોડનાં 299.604 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 39,176 સોદાઓમાં રૂ.4,219.36 કરોડનાં 51,18,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 12,692 સોદાઓમાં રૂ.714 કરોડનાં 19905000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,024 સોદાઓમાં રૂ.139.73 કરોડનાં 36675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 210 સોદાઓમાં રૂ.8.93 કરોડનાં 86 ટન, રબરના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.05 કરોડનાં 3 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,329.000 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 390.212 ટન, ક્રૂડ તેલમાં 822000 બેરલ અને નેચરલ ગેસમાં 6792500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 187425 ગાંસડી, મેન્થા તેલમાં 359 ટન, રબરમાં 53 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 828 સોદાઓમાં રૂ.70.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 774 સોદાઓમાં રૂ.63.01 કરોડનાં 808 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 51 સોદાઓમાં રૂ.6.54 કરોડનાં 55 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 3 સોદાઓમાં રૂ..50 કરોડનાં 5 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 566 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 286 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 40 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 7,811ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,298 અને નીચામાં 7,811ના સ્તરને સ્પર્શી, 487 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 49 પોઈન્ટ ઘટી 7,932ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,615ના સ્તરે ખૂલી, 175 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 112 પોઈન્ટ ઘટી 15,552ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 23,705ના સ્તરે ખૂલી, 960 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 348 પોઈન્ટ વધી 23606ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 69297 સોદાઓમાં રૂ.7,584.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,047.75 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.24.27 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,201.31 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.310.60 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 213.65 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.250 ખૂલી, ઊપરમાં રૂ.409 અને નીચામાં રૂ.225.10 રહી, અંતે રૂ.78.80 વધી રૂ.363 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.425 ખૂલી, ઊપરમાં રૂ.453.50 અને નીચામાં રૂ.310 રહી, અંતે રૂ.154 ઘટી રૂ.355.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.65 ખૂલી, ઊપરમાં રૂ.19.30 અને નીચામાં રૂ.16.20 રહી, અંતે રૂ.2.30 વધી રૂ.17.55 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.321 ખૂલી, ઊપરમાં રૂ.348.20 અને નીચામાં રૂ.218 રહી, અંતે રૂ.63.70 ઘટી રૂ.257.90 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.116 ખૂલી, ઊપરમાં રૂ.150 અને નીચામાં રૂ.93 રહી, અંતે રૂ.26.50 વધી રૂ.130.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15 ખૂલી, ઊપરમાં રૂ.15.90 અને નીચામાં રૂ.13.15 રહી, અંતે રૂ.2.20 ઘટી રૂ.14.80 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *