Gujarat

સોમવારે યોજનાર મતદાન માટે ત્રણ બેઠક પર ૮.૧૮ લાખ મતદારો મતદાન કરશે

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકના ૧૦૫૮ મતદાન મથકો પર ૫૦૦૦ થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે
છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની યોજનારી ચૂંટણીમાં પાંચ હજાર ઉપરાંતના કર્મચારીઓ જોતરાશે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રહેશે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકોનો સમાવેશ થતો હોય આગામી પાંચમી ડિસેમ્બરના રોજ ચૂંટણીની કામગીરીમાં પાંચ હજારથી વધુ કર્મચારીઓ રોકવામાં આવ્યા છે,આ સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કાફલા તેના રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં સમાવેશ ત્રણ વિધાનસભાઓમાં છોટાઉદેપુર મતવિસ્તારમાં ૩૩૭ મતદાન મઘક અને, જેતપુર મતવિસ્તારમાં ૩૩૮ મતદાન મથક અને સંખેડા મતવિસ્તારમાં ૩૮૫ મતદાન મથકો મળી છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૫૮ મતદાન મથકો આવેલા છે. ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા નોડલ ઓફિસરો અને સિંગલ વિન્ડો સિસ્ટમ મળી જિલ્લામાં ૨૧ સખી મતદાન મથકો, ૩ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, ૩ મોડેલ
મતદાન મથકો, ૧ ઇકો ફ્રેન્ડલી મતદાનમથક તથા ૧ હેરિટેજ મતદાન મથક અને ૧ યુવા અધિકારીઓ સંચાલિત મતદાન મથકોની રચના કરવામાં આવી છે. મળેલી વિગતો પ્રમાણે છોટાઉદેપુર સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ ફોર્સ તૈનાત કરાશે ૧૩૭ વિધાન સભા મતવિસ્તારની ચૂંટણી માટે ૨૦૪૩ જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા છે જેમાં ૩૩૭ પ્રિસાઇડિંગ ઓફિસર ૩૩૭ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને ૫૧૬ મહિલા પોલીંગ ઓફિસર, ૪૮ સેક્ટર ઓફિસર ૪૮ આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસર ૧૨૦ રીસીવિંગ અને ડિસ્પેચીંગ તેમજ ૩૩૭ પટાવાળા આ સાથે રિઝર્વ સ્ટાફ મળી ફુલ ૨૦૪૩ જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા છે. જ્યારે પાવીજેતપુર બેઠક માટે ૩૬૧ પ્રિસાઇડિંગ ઓફિસર ૩૬૧ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ૬૩૭ મહિલા પોલીંગ ઓફિસર ૩૭૦ પટાવાળા સહિત ૧૭૨૯ જેટલા કર્મચારીઓ રોકવામાં આવ્યા છે. આ સાથે ૧૩૯
સંખેડા બેઠક ઉપર ૩૮૫ પ્રિસાઇડિંગ ઓફિસર ૩૮૫ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ૬૨ સેક્ટર ઓફિસર ૬૨ આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસર ૫૨૦ મહિલા પોલીંગ ઓફિસર ૩૮૫ પટાવાળા ૪૮૦ રીસીવ રીસીવિંગ અને ડિસ્પેરિંગ મળી ૨૨૭૯ કર્મચારીઓ રોક્વામાં આવ્યા છે. મતદાતાઓની વાત કરીએ તો છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં ૧,૩૯,૨૯૩ પુરૂષ મતદારો, ૧,૩૨, ૨૦૧ સ્ત્રી મતદારો અને અન્ય ૨ મતદારો મળી છોટાઉદેપુર વિધાનસભા મતદાર વિસ્તારમાં કુલ ૨,૭૧,૪૯૬ મતદારો મતદાન કરશે. જેતપુર મતવિસ્તારમાં ૧,૩૮,૯૫૨ પુરૂષ મતદારો, ૧,૩૨,૧૦૬ સ્ત્રી મતદારો અને ૨ અન્ય મતદારો મળી ૧૩૮-જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં ૨,૭૧,૦૬૦ મતદારો મતદાન કરશે. જયારે ૧૩૯-સંખેડા મતવિસ્તારમાં ૧,૪૦,૯૨૨ પુરૂષ મતદારો, ૧,૩૫,૪૦૫ સ્ત્રી મતદારો અને ૨ અન્ય મતદારો મળી કુલ ૨,૭૬,૩૨૯ મતદારો સંખેડા વિધાનસભા મતદાર વિસ્તારમાં મતદાન કરશે. આમ, છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં ૪,૧૯,૧૬૭ પુરૂષ મતદારો, ૩,૯૯,૭૧૨ સ્ત્રી મતદારો અને ૦૬ અન્ય મતદારો મળી ૮,૧૮,૮૯૫ મતદારો મતદાન કરશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *