જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૩૪૬ બુથ છે. છેલ્લા ૬ મહિનામાં એટલે કે તા.૧૬ જુલાઇ સુધીમાં ૩૩૪ બુથ એવા આઇડેન્ટીફાઇ થયા હતા જ્યાં ફોર્મ કલેક્શન ઝીરો હતું. તા.૧૬ થી ૧૮ જુલાઇ એમ ૩ દિવસ સુધી એમા એનાલીસીસ કરી અને બીએલઓ, સુપરવાઇઝર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું હતું. જેના લીધે હવે ૩૩૪માંથી માત્ર ૧૦૯ બુથ બાકી રહ્યા છે. ૨૨૫ બુથમાંથી ફોર્મ કલેક્શન થઇ ગયું છે. તેમ કલેકટર શ્રી રચિત રાજે જણાવ્યું હતુ.