Gujarat

સૌની યોજના મારફતે જામનગર જીલ્લાના જળાશયોમાં પાણી ઠાલવી  શિયાળુ સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટેની પૂરી સવલતો અપાશે. : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે,કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે શરુ કરાવેલ મહત્વની સિંચાઈ યોજના સૌની યોજનામારફતે જામનગર જીલ્લામાં શિયાળુ પાકોના વાવેતર માટે ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તે અંગે કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સિંચાઈ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પાસે કરેલ માંગણીનો સ્વીકાર થતાં સૌની યોજના મારફતે ખેડૂતોને શિયાળુ સીઝન માટે પુરતું પાણી આપવાની મંજુરી આપેલ છે. અને તેનો તાત્કાલિક અમલ શરુ કરવાની સૂચનાઓ આપેલ છે. નદી, નાળાઓ, તાળાવો, ચેકડેમો અને ડેમોમાં સરદાર સરોવર યોજનાનું પાણી ઠાલવવામાં આવતા જામનગર જીલ્લાના ખેડૂતોને શિયાળુ પાક માટે પુરતું પાણી મળી શકશે. અને ખેડૂતોને સિંચાઈ માટે સવલતો આપવાની આ કામગીરી શરુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *