” *ફૂલ નહિ ચિનગારી હે
*હમ ભારત કી નારી હે* “
તા.૨૨ મે થી રઘુકુળ વિદ્યાધામ,ભાવનગર ખાતે શરૂ થયેલ દુર્ગાવાહિની (વિહિપ) નો ૭ દિવસીય પ્રશિક્ષણ વર્ગ આજ રોજ ૨૯મે ના રોજ પૂર્ણ થયો,આ વર્ગમાં સમગ્ર સૌરાષ્ટ્ર ના ૧૫ જિલ્લાના પ્રખંડ કેન્દ્રોથી ૧૯૦ તાલીમાર્થી અને શિક્ષાર્થી દુર્ગાઓ એ ઉત્તમ રાષ્ટ્રનિર્માણની સંકલ્પના સાથે નવા ભારત નિર્માણમાં પોતાનું યોગદાન સુનિશ્ચિત કરી આવશ્યક તમામ સ્વરક્ષા,રાષ્ટ્રરક્ષાની તાલીમ મેળવેલ,તે તાલીમનું પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન સાથે સમાપન સમારોહ યોજાયો.
આ સમારોહના મુખ્ય વક્તા અને દુર્ગાવાહિની ક્ષેત્ર સંયોજીકા યજ્ઞાબહેન જોષીએ તાલીમાર્થી અનુશાસિત દુર્ગાઓ અને તેમના પરિવારને વંદન કરી ભારતની આ દીકરીઓ દુર્ગાના સ્વરૂપે ઉજ્જવળ સશક્ત ઇતિહાસ નું નિર્માણ કરશે તેમજ નવા ભારત નિર્માણ માં માં દુર્ગાના સ્વરૂપ સમાન દીકરીઓ “વાસુદેવ કુટુમ્બકમ” ના સંદેશને વૈશ્વિક ફલક પર અંકિત કરશે,વિશ્વમાં આપણી એક માત્ર સંસ્કૃતિમાં સ્ત્રીને “માં” કહી છે,માં સમાન બહેન,દીકરી,સ્ત્રી સંસ્કૃતિ અને સંસ્કારો ની રક્ષક હતી,છે અને રહેશે તેમજ પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ ને ઓળખી તેનાથી દૂર રહી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને વધુ પરિવારો સુધી પહોચાડવા આહવાન કર્યું હતું.
આ સમારોહ માં પ.પુ.સાધ્વીજી ઈશ્વરપુરી માતાજી,મુખ્ય વક્તા અને દુર્ગાવાહિની ક્ષેત્રીય સંયોજિકા યજ્ઞાબહેન જોષી,વી.હિ.પ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી,પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી, દુગવહીની સૌરાષ્ટ્રપ્રાંત સંયોજિકા અર્ચના બહેન સહિત પરિવાર ક્ષેત્રના અધિકારી,પદાધિકારીઓ તથા સુજ્ઞ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ