રાજકોટ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના પ્રોફેસરે ઉંદર ઉપર આ કેન્સર અને તેની ફોર્મ્યુલાની સફળ સર્જરી પણ કરી છે. હાલ આડઅસર વિનાની કોઈ કેન્સરની દવા કે પદ્ધતિ ઉપલબ્ધ નથી ત્યારે યુનિવર્સિટીના પ્રોફેસરનું રિસર્ચ આગામી દિવસોમાં મેડિકલ ક્ષેત્રે ઉપયોગી થશે.આ પ્રકારનું રિસર્ચ ભવિષ્યમાં મનુષ્યો ઉપર કરી તેના સફળ પરિણામો મળે તેવી પૂરી શક્યતા છે. જેથી ફેફસાંના કેન્સરની સારવાર સફળ નીવડશે અને આડઅસર પણ નહીં થાય. હાલ મોઢા, બ્રેસ્ટ, ફેફસાં, પ્રોસ્ટેટ વગેરે જેવા કેન્સર જાેવા મળે છે પરંતુ હાલના વધતા તમાકુ અને સિગારેટના સેવનને લીધે ફેફસાંના કેન્સરનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એક સરવે અનુસાર ફેફસાંના કેન્સર માટે ૮૦% સિગારેટનું સેવન જવાબદાર છે. સિગારેટનું સેવન કરતા વ્યક્તિમાં ૧૦માંથી ૮ વ્યક્તિને કેન્સર થવાનું જાેખમ વધી જાય છે. હાલમાં તેની સારવાર માટે જુદી જુદી પદ્ધતિથી દવાઓ આપવામાં આવે છે પરંતુ હજુ સુધી આડઅસર વિના પૂરું નિદાન થાય તેવી સચોટ દવા કે પદ્ધતિ નથી. તે હેતુથી આ રિસર્ચમાં નેનો ટેક્નોલોજી દ્વારા સારવાર જુદી જુદી પદ્ધતિથી થાય અને દવા નેનો સ્વરૂપે સીધી ફેફસાં સુધી પહોચે તેવું ફોર્મ્યુલેશન બનાવ્યું છે. આ રિસર્ચમાં નેનો પાર્ટિકલ (ટાર્ગેટ થેરાપી) કે જે સીધા શરીરના જે ભાગમાં કેન્સર થયું હશે ત્યાં જ પહોંચશે અને ત્યાં જ વધારે પ્રમાણમાં તેની અસર જન્માવશે. જેને મેડિકલની ભાષામાં ‘ટાર્ગેટેડ થેરાપી’ કહેવાય છે. તેનાથી શરીરના બીજા તંદુરસ્ત ભાગમાં આડઅસર ખૂબ જ ઓછા પ્રમાણમાં જાેવા મળે છે. આ નેનો પાર્ટિકલની પુષ્ટિ ફેફસાંના કેન્સરના સેલ ઉપર કરે છે. ઉપરાંત પ્રાણીઓ જેવા કે ઉંદરમાં ફેફસાંનું કેન્સર પેદા કરી આ નેનો પાર્ટિકલ વડે તેમનો ઉપચાર સફળ નીવડ્યો છે જેને પ્રિ-ક્લિનિકલ સ્ટડી કહેવાય છે. સામાન્ય રીતે કેન્સરની સારવાર દરમિયાન જુદી જુદી આડઅસર અનેક દર્દીઓને થઇ હોવાનું બહાર આવ્યું છે પરંતુ આ રિસર્ચમાં નેનો પાર્ટિકલ સીધા કેન્સરગ્રસ્ત ભાગને જ ટાર્ગેટ કરશે, શરીરના અન્ય અંગોને કોઈ જ અસર નહીં કરે જેથી લોકોને વાળ ખરી જવા, વજન એકાએક ઉતરી જવું જેવી જુદી જુદી આડઅસર નહીં થાય