Gujarat

સ્કૂલ બસના ચાલકે સ્ટુડન્ટ ભરેલી રિક્ષાને અડફેટે લેતા ચાલક સહિત ૪ વિદ્યાર્થીઓ ઘાયલ

સુરત
સુરતની નવી કોર્ટ પાસે સરકારી વસાહત પાસે સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.રેડિયન્ટ સ્કૂલ બસના ચાલકે નશાની હાલમાં પૂરપાટ ઝડપે બસને રિક્ષા સાથે અથડાવી દીધી હતી. જેથી રિક્ષામાં સવાર ચાર બાળકો અને રિક્ષા ચાલકને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે પોલીસે સ્કૂલ બસના ડ્રાઈવર મહેન્દ્ર પાટીલ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સ્કૂલ રિક્ષા ચલાવતા હરીશભાઇ દેવાભાઇ ઘરાણીયા (ઉ.વ.-૫૫)ના રિક્ષા નં (જીજે-૦૫-ટીટી-૪૬૮૮)મા સેન્ટ ઝેવીયર્સ સ્કૂલના ચાર બાળકો બેસાડીને સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમા જવા માટે નીકળેલ હતા. તે વખતે સરકારી વસાહતની સામેથી રિક્ષા ચાલક પોતાની રિક્ષા ચલાવીને રસ્તો ક્રોસ કરતા હતા. તે વખતે નવી કોર્ટ તરફથી એક રેડીયન્ટ સ્કૂલ આઇસર બસનો ચાલક સ્કૂલની બસ નશો કરેલી હાલતમા સ્કૂલની બસ (જીજે-૦૫-બીવી-૩૪૪૦)નો ચાલક મહેન્દ્ર પાટીલ રેડીયન્ટ સ્કૂલની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રિક્ષાને જમણી બાજુ ટકકર મારતા રિક્ષા પલટી ખાઇ જતા મારી રિક્ષાને જમણી બાજુ નુકશાન થયેલ હતું. બસની ટક્કરથી રિક્ષામાં રહેલા તમામને ઈજા પહોંચી હતી.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *