Gujarat

સ્‍પર્ધકોએ પ્રવેશપત્રો જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે તા. ૧ર ડિસેમ્બરમાં સુધીમાં મોકલવાના રહેશે     

ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જુનાગઢ જિલ્‍લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્‍યુઆરી – ૨૦૨૩ ના પ્રથમ અઠવાડીયા  દરમ્યાન જૂનાગઢ મુકામે ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાશે. આ સ્‍પર્ધામાં સ્‍પર્ધકો ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર – જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે બન્‍ને વિભાગના ભાઇઓ માટેની સ્‍પર્ધા ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બન્‍ને વિભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઇઓની સ્‍પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્‍પર્ધા માટે ૧-૧૫ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્‍પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્‍પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.

        આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્‍લાની જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરીએથી રૂબરૂમાં મળશે. તેમજ વધુમાં જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી, બ્‍લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જુનાગઢ ખાતેથી પણ વિના મુલ્‍યે મળી શકશે. તેમજ Facebook Id –Dso junagadhcity. પરથી ઓનલાઇન મળી શકશે. દરેક સ્‍પર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્‍યા મુજબની પૂરી વિગતો સાથે જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે ૧ર/૧૨/૨૦૨૨ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્‍વીકારવામાં આવશે નહીં. સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.(૦૨૮૫)૨૬૩૦૪૯૦ નો સંપર્ક કરવો.

adevnture-course-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *