રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
બાયડ તાલુકાના હઠીપુરા ગામમાં પરમ પૂજ્ય ગુરૂજી શ્રી અવિચલદાસજી મહારાજ શ્રીના આશીર્વાદથી હઠીપુરા હાઈસ્કૂલ માં સી. આર.પરીખ.બ્લડ બેંક કપડવંજ ના સહયોગથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૫ રક્તદાતાઓ એ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા બ્લડ બેંક ના સિનિયર લેબ ટેકનીશીયન મેઘા શાહ,મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી ,ચિરાગ પરમાર તથા તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.


