Gujarat

“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જેતપુર ડાં. એન્ડ પ્રિ. એશોસીએશન દ્વારા યોગદાન

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનની ઓફીસે કારોબારી કમીટીની મીટીંગ યોજવામાં આવી. આ મીટીંગમાં જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા સર્વે સભ્ય એકમોને તેના કારખાનાના બિલ્ડીંગ અને રહેણાંકના મકાન ઉપર રાષ્ટ્ર ધ્વજ-તિરંગો ફરકાવવા માટે સરક્યુલર દ્વારા અપીલ કરવામાં આવેલ. તેમજ “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા સર્વે સભ્યોને વિના મુલ્યે રાષ્ટ્રીય ધ્વજ-તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે.
એશોસીએશન દ્વારા રાષ્ટ્રીય ધ્વજ-તિરંગાના વિતરણને સર્વે સભ્યો દ્વારા ખુબજ બહોળો પ્રતિસાદ મળેલ છે અને તેઓએ ખુબ જ ઉમળકાથી ઉત્સાહપૂર્વક પોતાના એકમોની ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સર્વે ભારતીય નાગરીકોમાં રાષ્ટ્રભાવના મજબૂત થાય તે માટેનું અમુલ્ય યોગદાન પ્રદાન કરેલ છે. તે બદલ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન વતી પ્રમુખશ્રી જયંતિભાઇ એસ. રામોલીયા સર્વે સભ્યોનો આભાર વ્યક્ત કરે છે.
વિશેષ,તા.૧૪/૦૮/૨૦૨૨, રવિવાર, બપોરે ૦૪/૦૦ કલાકે જેતપુર-નવાગઢ નગરપાલિકા કચેરી, ધોરાજી રોડ થી શ્રી સ્વામીનારાયણ મંદિર ગાદી સ્થાન તીર્થધામ – જેતપુર સુધી યોજાનાર તિરંગાયાત્રામાં સર્વે કારખાનેદાર સભ્યોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા એશોસીએશન વતી પ્રમુખશ્રી જયંતિભાઇ એસ. રામોલીયાએ અપીલ કરેલ છે અને “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પોતાનો દેશભક્તિ-દેશપ્રેમ ઉજાગર કરવા અનુરોધ કરેલ છે.

IMG_20220813_135144.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *