Gujarat

હરિયાણામાં ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બસ સાથે કાર અથડાતા એક જ ગામના ૫ યુવકના મોત

રેવાડી
હરિયાણાના રેવાડી જિલ્લામાં એક મોટી દુર્ઘટા સર્જાઈ છે. ઘટનામાં ૫ યુવકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા તમામ યુવકો એક જ ગામના રહેવાસી હતા. મળતી જાણકારી મુજબ, લાધુવાસ ગામના રહેવાસી તમામ યુવક બ્રેઝા કારથી દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન હરિયાણા રોડવેઝની બસ જયપુરથી દિલ્હીની તરફ આવી રહી હતી. આ દરમિયાન સલાહવાસ ગામની પાસે બ્રેઝા કારે નિયંત્રણ ગુમાવ્યુ અને ડિવાઈડર સાથે અથડાઈને બીજી બાજુ આવીને બસની સામે અથડાઈ હતી.અકસ્માત એટલો ભયંકર હતો કે જાેનારાના પણ હોશ ઉડી ગયા. મૃત્યુ પામેલા એક યુવકની ગરદન ધડથી અલગ થઈ ગઈ. કારમાં સવાર પાંચ યુવકોએ કારની અંદર જ દમ તોડી દીધો. મૃતક યુવકમાં મહેશ, સચિન, સોનુ, કપિલ અને નિતેશ તમામની ઉંમર ૨૧થી ૨૫ વર્ષની વચ્ચે હતી. તમામ રેવાડી જિલ્લાના ગામના લાધુવાસના રહેવાસી હતા. બસમાં સવાર અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા. જેમને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં સવાર જિલ્લા અલવર રહેવાસી ગૌરવ કુમાર, બિલાસપુરના ગામ પથરેડી રહેવાસી સુમન, ઝજ્જરના રહેવાસી લક્ષ્મી, નાંગલ ચૌધરીનો રહેવાસી સરોજ, જિલ્લા સિકરના જુગલપુરા ગામનો રહેવાસી રાજેન્દ્ર પવાર, રેવાડીના ઝાબુઆનો રહેવાસી સોમદત્ત, દિલ્હી રહેવાસી રામચંદ્ર, દિલ્હી રહેવાસી મનીષ કુમાર, દિલ્હીના સુલ્તાન પુરી રહેવાસી હજારીલાલ, સીકરના રાજપુરા ગામના રહેવાસી રામેશ્વર અને દિલ્હી રહેવાસી માંગેલાલ સામેલ છે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તેમજ પાંચ યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *