Gujarat

હળવદમાં આવેલ ફરવાલાયક સ્થળોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી 

સામંતસર તળાવ પાસે આવેલ બગીચામાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે લોકોને ભારે હાલાકી
ઉનાળાની સીઝન ની શરૂઆત થતાની સાથે જ લોકો રાત્રીના સમયે બહાર ફરવા માટે નીકળી જતા હોય છે ત્યારે હળવદ માં ફરવાલાયક સ્થળોમાં ગણવામાં આવે તો એકમાત્ર સામંતસર તળાવ કે જ્યાં હળવદ ની પ્રજા  જઈ શકે છે ત્યાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય જાળવણી ના થતી હોવાની ફરિયાદ  તળાવ નજીક આવેલ બગીચામાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે બાળકો તેમજ સિનિયર સિટીઝનને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યાં ફરવા આવતા લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી માંગ તંત્ર દ્વારા કામગીરી થશે કે કેમ તેઓ પણ લોકોમાં સવાલ
હળવદ મા ફરવા લાયક જગ્યાઓ માં ફક્ત એક જ ગણી શકાય તેવું સામંત સર સરોવર કે જ્યાં લોકો રાત્રીના સમયે પરિવાર સાથે સમય વિતાવવા જતા હોય છે પરંતુ ત્યાં આવેલા બગીચામાં પણ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તો તંત્ર પાસેથી લોકો એવી અપેક્ષા રાખે કે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે
વિશાલ જયસ્વાલ હળવદ

IMG-20220317-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *