Gujarat

હળવદમાં કારચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

મોરબી
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર મેરૂપર ગામના પાટીયા નજીક મોટર સાયકલ લઈને જઈ રહેલા મુકેશ કાભલાભાઈ નાયકાને સેન્ટ્રો મોટર કાર જીજે-૦૧-એચબી-૨૯૬૭ના ચાલક દિપકભાઇ રતનદાસ બાવાજી (રહે-મેરૂપર વાળા)એ હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં મુકેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયુ હતું. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા કિશનભાઇ કંચનભાઇને પણ માથામાં, શરીરે, હાથે-પગે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતક મુકેશભાઇના ભાઈ શનાભાઇ કાભલાભાઇ નાયકા, ( રહે. શેરપુરા તા-બોડેલી પોસ્ટ છત્રાલી જી છોટાઉદેપુર વાળા)એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.હળવદ તાલુકાના મેરૂપર નજીક પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું છે. જ્યારે અન્ય યુવાનને ઇજાઓ પહોંચી હતી.

Accident-drivers-death.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *