Gujarat

હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી ૩ની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ
કરોડો રૂપિયાના હવાલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર તથા ચાઈનીઝ કંપનીના ડિરેકટરને પકડી હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઊભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારચો રચનાર ચાઈનીઝ નાગરિક સહિત ૩ લોકોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. નોંધનીય છે કે ચાઈનીઝ કંપની દ્વારા નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો બનાવી ભારત સરકારને ટેક્સ ન ચૂકવી મોટું નુકસાન કરતા હતા. ક્રાઇમ બ્રાંચે પકડેલા ચાઈનીઝ નાગરિક પિંગ હુઆંગ, આંગડિયા પેઢીનો માલિક સંજય પટેલ અને મુંબઇનો સુરજ મૌર્ય ભેગા મળી ભારતીય અર્થતંત્ર મોટું નુકસાન કરવાનું કૌભાંડ ચલાવતા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા ૫થી વધુ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. જેમાંની એક શુંગ્મા કંપનીએ આયોજનબદ્ધ રીતે કેટલાક સીએ તેમજ અન્ય મળતીયાઓ દ્વારા કાવતરું રચી ચાઈનીઝ શેલ કંપનીઓની પ્રથમ ભારતીય ડિરેક્ટર બનાવી ઇનકોર્પોરેશનની રચના કરાવી પાછળથી ભારતીય ડિરેક્ટરોનું રાજીનામું લઇ ફક્ત ચાઈનીઝ ડિરેક્ટરો દ્વારા કંપનીનું સંચાલન કરી કંપનીઓમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાંકીય વ્યવહારોમાં ખોટા હિસાબો બનાવી ભારત સરકારને ટેક્ષ ન ચૂકવી મોટું નુકસાન કરી આખું કૌભાંડ આચરતા હતા. ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડનાર શુંગ્મા મશીનરી પ્રા. લી દ્વારા પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવવામાં આવે છે. જે પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન મૂળ કિંમતથી ઓછી કિંમતના બિલ બનાવી ઉપરની રકમ રોકડથી રૂપિયા મેળવી લઈ કંપનીને ખોટમાં બતાવી ઇન્કમટેક્સ અને જીએસટીની ચોરી કરતા હતા. જાેકે શુંગ્મા કંપનીએ આશરે ૧૦૦ કરોડથી વધુના હવાલા કૌભાંડ કર્યું છે, પરંતુ હાલ ૧ કરોડ રૂપિયા ભારતમાંથી ચાઇના ખાતે મોકલેલ હોવાના પુરાવા મળી આવેલ છે. જેમાં શુંગ્માં પ્રા. લી ડિરેકટર આરોપી પિંગ હુઆંગ જે તે સમયે ચાઇના ખાતે રહેતો હતો. ત્યારે શુંગ્માં કંપનીનું ચાઇનમાં કામકાજ સંભાળતો હતો. તેણે જીએસએલ કાર્ગો કંપનીના માલિકનો સંપર્ક કર્યો અને ભારતમાંથી ચાઇના હવાલો કરવા જણાયું. ત્યારે મુંબઈના સુરજ ઉર્ફે સન મૌર્યએ હસમુખભાઈ નરોત્તમ આંગડિયાના માલિક સંજય પટેલ મારફતે શુગ્માં મશીનરીએ ૧ કરોડ રૂપિયા બેંગકોક ખાતે હવાલા કામકાજ સંભાળતા શાબીક મારફતે ચાઈનીઝ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ચાઈનીઝ કંપનીઓના બેંક એકાઉન્ટ આશરે ૧૫ કરોડ ફ્રીજ કરાવી દીધા. ત્યારે મુંબઈથી પકડાયેલ આરોપી સુરજ મૌર્યએ અન્ય કેટલી કંપનીઓના હવાલા કરાવ્યા છે? સાથે જ ભારતમાંથી ચાઇના ખાતે હવાલાનું કામકાજ ક્ષી ચેન્ગ સંભાળતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સૂરજ મૌર્ય ક્ષી ચેન્ગ (ડેવિડ)ની સૂચના પ્રમાણે આંગડિયા પેઢી માલિક સંપર્ક કરાવતો હતો. હાલ તપાસમાં ઘણી ચાઈનીઝ કંપનીઓના નામ તપાસમાં ખુલવા પામ્યા છે. જે પુરાવા મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

3-arrested-including-a-Chinese-national.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *