ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર-સોમનાથ જિલ્લાના નોકરીદાતાઓ હવે ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર પોતાનાં એકમમાં ખાલી રહેલ જગ્યાઓની નોંધણી કરાવી શકશે. જેથી જે તે એકમ દ્વારા નોંધાવેલ જગ્યાઓની વિગતો પોર્ટલનાં માધ્યમથી રાજ્ય અને ગીર-સોમનાથ જિલ્લા રોજગાર વાંચ્છુક ઉમેદવારો જોઇ શકશે અને દરેક રોજગાર વાંચ્છુક પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ઓનલાઇન એપ્લાય કરી શકશે. સાથે જ નોકરીદાતાઓને સરળતાથી લાયકાત મુજબનું માનવ બળ મળી રહેશે.
રાજ્યમાં યુવાનોને સરળતાથી રોજગારી મળે શકે તેમજ નોકરીદાતાઓને પણ માનવ બળ મેળવવામાં અનુકૂળતા રહે તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા “અનુબંધમ” પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જેના માધ્યમથી રોજગાર વાંચ્છુકો અને નોકરીદાતાઓને એક મંચ પર લાવવામાં આવ્યા છે.
આ રીતે નોકરીદાતાઓને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સરળતાથી અને ઝડપી પ્રક્રીયા દ્વારા ઉપલ્બ્ધ થઇ શકે. તે હેતુથી નોકરીદાઆ અને રોજગાર વાંચ્છુંકો પોતાની નોંધણી આપેલ લિંક https://anubandham.gujarat.gov.in/account/signup પર ફરજિયાત કરાવી લેવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ જિલ્લાનાં કોલ સેન્ટરનાં નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
