Gujarat

હસ્તકળા, હર્બલ, સુશોભન, ગાય આધારિત સહિતની ૩૧ જેટલી પ્રોડક્ટ લોકો ઘર બેઠા ખરીદી કરી શકશે

રોહિત ઉસદડ

જૂનાગઢ જિલ્લાની સખી મંડળની બહેનો પગભર બને તે દિશામાં જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ વધુ એક પહેલ કરી છે. જિલ્લાના ૧૨ જેટલા સખી મંડળો દ્વારા ઉત્પાદિત ૩૧ પ્રોડક્ટસના વેચાણ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આગામી સમયમાં જિલ્લાના અન્ય સખી મંડળોને પણ ઈ -કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.

        જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત અને ડી.આર.ડી.એ. દ્વારા સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને એક નવી ઓળખ મળે અને એક બ્રાન્ડ તરીકે ઉભરી આવે તે દિશામાં યોજનાબદ્ધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

        જિલ્લાના સખી મંડળોનું એક સિદ્ધાર્થ ક્લસ્ટર ફેડરેશન બનાવવામાં આવ્યું છે. જેમાં ૪ ગ્રામ્ય સખી સંઘ હેઠળના ૩૦ સખી મંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાર્થ ક્લસ્ટર ફેડરેશનના નેજા હેઠળ જિલ્લાના સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકળા, આયુર્વેદિક, માટી, સુશોભન, ગાય આધારિત પ્રોડક્ટસ સહિતની ૩૧ ચીજ વસ્તુઓનું ઓનલાઈન એમેઝોન પર વેચાણ આવી રહ્યું છે. જે લોકો ઘર બેઠા ખરીદી કરી શકશે. આમ, આ સ્વ સહાય જૂથોને એક સીધું માર્કેટ મળી રહેતા તેમની આર્થિક ગતિવિધિઓને એક નવો વેગ મળશે.

        અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગોપી સખી મંડળને ઓનલાઈન તાજેતરમાં ગાય આધારિત પ્રોડક્ટસનો અમેરિકાથી પણ એક ઓર્ડર મળ્યો હતો.

        તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિરાંત પરીખની પ્રેરણાથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા અધ્યક્ષ સ્થાને આ સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું ઈ- કોમર્સ સાઈટ એમઝોન પર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

        જિલ્લાના સખી મંડળની બહેનોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ આ સહાય જૂથોને માર્ગદર્શન- પ્રોત્સાહન  આપવાની સાથે યોગ્ય પ્લેટફોર્મ પણ પુરા પાડી રહ્યા છે.

        ઉલ્લેખનીય છે કે, નેશનલ લાઈફલી હુડ મિશન હેઠળ રાજ્ય સરકાર સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું જુદા-જુદા હાટ અને મેળાઓના માધ્યમથી વેચાણની સાથે એક પ્રકારે બ્રાન્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

khaslekh-photo-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *