Gujarat

હાંસોટના ઈલાવની આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળામાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ ધૂમ મચાવી

નવરાત્રિ મહોત્સવ નિમિત્તે હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલી આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળા ખાતે મહાઆરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રિ મહોસત્વ તેના મધ્યમ ચરણમાં પહોંચ્યો છે. ત્યારે હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલી આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળા ખાતે મહાઆરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જગત જનનીની માઁ જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તેમજ ગરબાના તાલે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જયેશ પટેલ, હાંસોટ કેળવણી મંડળના પ્રમુખ કેરસિંહ ઈલાવિયા, આર.કે.વકીલ હાઇસ્કુલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી, અલ્કાબા પ્રાઈમરી શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ, કામિની વ્યાસ અને શાળા પરિવાર સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20221001-WA0114.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *