સાબરકાંઠા
હિમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે, તો હાલમાં ફોરલેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને વરસાદી પાણી રોડ પર ભરાઈ જાય છે. જેથી વાહન ચાલકો પરેશાન થાય છે તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તેથી હાઈવે ઓથોરીટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સર્વિસ રોડ ખોદી પાઈપ લાઈન કરી છે. તો પાલિકાને જાણ થતા હાલ તે કામ અટકાવી દીધું છે. ત્રણ દિવસથી અટકેલ કામને લઈને રોડ બંધ થઇ ગયો છે જેથી વેપારીઓ પરેશાન થયા છે. સર્વિસ રોડ બંને તરફથી બંધ છે.સામેની બાજુમાં ગટર ખુલ્લી લાઈન બીજી તરફ અટકાવેલી પાઈપ લાઈન જેથી ગ્રાહકો નહિ આવતા વેપારીઓ પરેશાન થયા છે તો આ અંગે વેપારી ઉમંગ પ્રજાપતિએ જણાવ્યું કે ત્રણ દિવસથી મેં બધા વેપારીઓ પરેશાન થયા છે તો ગ્રાહકો પણ અહી આવી શકતા નથી. આ અંગે હાઈવે વિભાગને રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. તો નહિ પુરાતા અમે પરેશાન થયા છીએ. ગ્રાહકો બંધ થયા છે અને ધંધા રોજગાર પર અસર પડી છે. વગર મંજુરીએ હાઈવે વિભાગે પાઈપ લાઈન કરી ગટરમાં જાેડાણ કર્યું છે. જેને પાલિકાએ કામ અટકાવ્યું છે. હાઇવે અને પાલિકા વચ્ચે બે બાજુ કરેલા ખાડાને લઈને વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે અને ક્યારે ખાડો પુરાશે તેની રાહ જાેઈ રહ્યા છે. પહેલા વરસાદી પાણીથી પરેશાની હતી હવે ખાડાઓ ખોદતા રસ્તો બંધ થયો અને વેપારીઓને પરેશાની ભોગવવી પડી રહી છે.સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર પાણી ભરાતા નિકાલ માટે હાઈવે દ્વારા રોડ ખોદી પાઈપ લાઈન કરી તો પાલિકાએ વગર મંજુરીએ પાઈપ લાઈન કરતા કામગીરી અટકાવી છે. તો બંનેની લડાઈમાં વેપારીઓની દુકાન સુધી આવવાનો રસ્તો બંધ થઇ ગયો છે. જેને લઈને વેપારીઓ પરેશાન થયા છે.

