Gujarat

હિંમતનગરના ઇલોલ નજીક કારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, ૪ સામે પોલીસ ફરિયાદ

સાબરકાંઠા
હિંમતનગરના ઇલોલ ગામની સીમમાં એલસીબી ટીમ ભાગેલી કારનો પીછો કરી રૂ ૧.૪૧ લાખના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.૫.૧૪ લાખનો મુદ્દામાલ કબજે લઈને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચર્સમે ગુનો નોંધાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈ ગેરકાયદેસર હેરાફેરી અટકાવા જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઈને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે.ચાવડાના સુચના મુજબ સ્ટાફના વિક્રમસિંહ, વીરભદ્રસિંહ, સનતભાઈ, અમરતભાઈ, પ્રહર્ષકુમાર વિજયભાઈ, ગોપાલભાઈ, પ્રકાશભાઈ, અનિરુદ્ધભાઇ અને રમતુજી હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગર આરટીઓ સર્કલ અને વિજાપુર રોડ પર નવાનગર પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકતા વિજાપુર તરફ ભગાડી હતી. તો નવાનગરથી પાછી કાર હિંમતનગર તરફ આવી હતી. તો આરટીઓ સર્કલ પાસે રોકાતા ઇલોલ તરફ કાર દોડાવી હતી. તો એલસીબીએ તેનો પીછો કર્યો હતો અને ઇલોલ નજીક રોડ સાઈડે કારમાંથી બીયર અને દારૂની ૮૧૩ બોટલ કીંમત રૂ.૧ લાખ ૪૧ હજાર ૪૨૦નો મળી આવ્યો હતો. તો પોલીસે કાર સહીત ૫ લાખ ૪૧ હજાર ૯૨૦ નો મુદ્દામાલ કબજે લઈને ચાલક રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના દેવલ યાદવ વસ્તીમાં રહેતા કાન્તિલાલ રૂપસિંહ યાદવ ઝડપી લીધો હતો અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ચાલક અને ફરાર રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બુદરા ગામનો રાકેશ નાથુભાઈ ડામોર, કણબઈ ગામનો ગોપાલ થાવરચંદ મીણા અને દેવલ ગામનો ગટુ રૂપસિંહ કોટડ સામે ગુનો નોધવામાં આવ્યો છે અને ફરારને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *