Gujarat

હિંમતનગરના માળીના છાપરીયામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

સાબરકાંઠા
હિંમતનગરના માળીના છાપરીયા વિસ્તારમાં જુગાર રમતા બે શખ્સોને બી – ડિવીઝન પોલીસે ઝડપી લઇ કુલ રૂપિયા ૧૦,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ ટીમ પ્રોહિબ્યુશન તથા જુગારના કેસો શોધવા માટે પેટ્રોલીંગ કરી રહી હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે માળીના છાપરીયા વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા હારૂનભાઇ રઝાકભાઇ મુલ્લતાની તથા હારૂનભાઇ બાબુભાઇ શેખ સહિત અન્ય ૬ શખ્સો જુગાર રમતા હોવાનું માલુમ પડ્યુ હતુ. જાેકે પોલીસને જાેઇ અન્ય ૬ શખ્સો જુગાર રમતા રમતા નાસી ગયા હતા. જાેકે હારૂનભાઇ રઝાકભાઇ મુલ્લતાની તથા હારૂનભાઇ બાબુભાઇ શેખને ઝડપી લઇ રૂપિયા ૧૦,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *