Gujarat

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલી દીકરીઓને તથા અન્યને મોરારિબાપુએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

ભાવનગર
કેદારનાથ ધામ ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી હતી તેમાં સાત પ્રવાસીઓનાં મૃત્યુ થયા હતા. આ અત્યંત કરુણ ઘટનામાં ભાવનગર જિલ્લાની ત્રણ દીકરીઓએ પણ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. ત્રણે મૃત્યુ પામેલ દીકરીઓ પ્રત્યે મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતક દીકરીના પરિવારજનોને રુપીયા પાંચ-પાંચ હજાર ની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. દિકરીઓનાં પરિવારજનોને જે ખોટ પડી છે તે હંમેશા માટે વણપુરાયેલી જ રહેવાની છે. અન્ય મૃતકોના પરિવારજનો પ્રત્યે પણ એમણે સંવેદના વ્યક્ત કરી છે. ભાવનગર જિલ્લાનીઆ ત્રણે દીકરીઓના પરિવારજનોને શિહોર તાલુકાના ઈશ્વરીયા ગામના મુકેશ પંડિત દ્વારા આ રકમ પહોંચતી કરવામાં આવશે. આ ત્રણે દીકરીઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *