ગાંધીનગર
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રથમ દિવસે આગામી વિધાનસભાની ચૂંટણી અને લોકોસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જ્યાર બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. તેમજ રાજકીય પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજકીય પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવને ભાજપ શાસિત મુખ્યમંત્રીઓનું સમર્થન મળશે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમઇ રાજકીય ઠરાવ પર વાત કરશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુર જ્યાં ચૂંટણી યોજવાની છે તેવા હિમાચલ પ્રદેશની રાજકીય સ્થિતિ અને રાજકીય પરિદ્રશ્ય પર રજૂઆત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્રો મોદી ભાજપની કાર્યકારિણી બાદ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક સભાને પણ સંબોધન કરવાને છે. જ્યાં ૩૫૦૦૦ જેટલા લોકો હાજર રેહવાન શક્યાતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હૈદરાબાદમાં યોજાઇ રહેલી આ કાર્યકારી બેઠક બે વર્ષ બાદ યોજાવા જઇ રહી છે. કોરોના વાયરસના લીધે ભાજપની દર ત્રણ મહિને યોજાતી કાર્યકારી બેઠક લાંબા સમય બાદ યોજાઇ રહી છે. છેલ્લા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ૨૦૨૧માં દિલ્હીમાં યોજાઇ હતી. જેમા નેતાઓ વર્ચ્યુએલી જાેડાયા હતા.ભારતી જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી તેલંગાણા હૈદરાબાદ ખાતે બે દિવસ શનિવાર અને રવિવારે મળી છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીમાં ભાગે લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ ટૉચના નેતા હૈદરાબાદ આવી પહોચ્યા છે. ગુજરાતમાથી સી.આર પાટીલ અને મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હૈદરાબાદ પહોંચ્યા છે. વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાઇ જઇ રહી છે તને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, સદસ્યતા અભિયાન માટે પાટિલ ખૂદ મેદાનમાં!ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, સદસ્યતા અભિયાન માટે પાટિલ ખૂદ મેદાનમાં!


