અમદાવાદ
અમદાવાદના રમેશ પટેલ નામનો હોમગાર્ડ ક્વાટર માસ્ટર નરોડા હોમગાર્ડ ડિવિઝન-૯માં ફરજ બજાવે છે. જેને ફરિયાદી પાસે પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવવા માટે નોકરી આપવા ૩૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. ત્યાર બાદ રકઝકના અંતે ૧૦૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા જેથી તેમણે એસીબી નો સંપર્ક કર્યો હતો. ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રમેશ પટેલ વતી અન્ય હોમગાર્ડ જવાન મનીષ મોચી લાંચની રકમ લેવા આવ્યો હતો. જાેકે ૧૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીએ મનીષને રંગે હાથે ઝડપી લીધો હતો. જ્યારે રમેશ પટેલ હાલમાં ફરાર છે. લાંચ આપીને નોકરી મેળવવાનો આ માત્ર એક કિસ્સો સામે આવ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં અનેક હોમગાર્ડ જવાન ફરજ બજાવે છે. જેમને આ પ્રકારે નોકરી માટે લાંચ આપવી પડે છે. ત્યાર બાદ મોટા ભાગે રાતના સમયે આ હોમગાર્ડ જવાનો જ રાહદારીઓને ખોટી રીતે રોકીને હેરાનગતિ કરે છે.જાેકે આ સમગ્ર મામલે એસીબી એ તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને પીસીઆર વાનમાં નોકરી કરવી હોવાથી તેની પાસે હોમગાર્ડ ક્વાટર માસ્ટરે ૧૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચ ક્વાટર માસ્ટર વતી તેનો અન્ય વહીવટદાર હોમગાર્ડ જવાન પાસેથી લઈ રહ્યો હતો. આ દરમિયાન એસીબીએ છટકું ગોઠવીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તેને ઝડપી પાડયો હતો.જાેકે આ પ્રકારે અનેક હોમગાર્ડ જવાન પાસેથી પૈસા લઈને તેમને નોકરી આપવામાં આવી હોવાની શંકાના આધારે એસીબીએ તપાસ શરૂ કરી છે.


