Gujarat

૧૫મી ઓગષ્ટના જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણીમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર કલાકારો અને ખેલાડીઓનું સન્માન કરાશે

જૂનાગઢમાં જિલ્લા કક્ષાની ૧૫મી ઓગષ્ટની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાના સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૨ બાદ વિજેતા થયેલ હોય અથવા વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ હોય તેઓનું સન્માન કરવામાં આવશે.

 જે માટે ખેલાડીઓ અને કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અંગે સાદા કાગળમાં અરજી કરવાની રહેશે. અરજીમાં પોતાનું નામ, સરનામું, ટેલીફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ તેની વિગતો તથા તે અંગેના પ્રમાણપત્રો તા.૦૨/૦૮/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ૩૬૨૦૦૧ ખાતે મોકલી આપવાના રહેશે. વધુ માહિતી કચેરીના ટેલીફોન નંબર ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *