સુરત
મુંબઈની વિભાગના અધિકારીઓએ પોલીસને સાથે રાખી સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા ભગવતી આશિષ સોસાયટીના વિભાગ-૧ના કોમ્પલેક્સના પહેલા માળે ૧૦૧માં દરોડા પાડયા હતા. આ કોમ્પલેક્સમાં ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલી મહિલાએ મુંબઈ ખાતે દોઢસો કરોડનો જીએસટીની ચોરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમયથી આ મહિલા પર જીએસટીના અધિકારીઓની વોચ હતી. જાેકે મહિલાને અંદેશો આવી જતા તે દીકરીઓને મળવા સુરત આવી ગઈ હતી. આ મહિલા છેલ્લા ત્રણ મહિનાથી સુરત ખાતે આવીને ભાડાના મકાનમાં રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જાેકે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મોડી રાત્રે તપાસ શરૂ કરાતાની સાથે જ મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા રોકડા સાથે મોટા પ્રમાણમાં જ્વેલરી મળી આવી હતી. જીએસટીના અધિકારીઓની પૂછપરછ શરૂ કરાતાં જ મહિલાએ બીમારીનું બહાનું કાઢ્યું હતું. જેને લઇને તાત્કાલિક મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લવાયા બાદ મુંબઇ લઈ જવાય હતી. ત્યારબાદ મહિલાને મુંબઈ ખાતે આવેલી હિન્દુજા હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જીએસટી ના અધિકારીઓ દ્વારા મહિલાની તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા પાસે મળી આવેલી એક લક્ઝરી કાર મહારાષ્ટ્ર પાર્સિંગની મળી આવી છે . ખાસ કરીને મહિલા દ્વારા જે પ્રકારનો કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની તપાસમાં અનેક કૌભાંડ બહાર આવે તેવી શક્યતા દેખાય રહી છે. હાલ રોકડ રૂપિયા અને કિંમતી જવેલરી ને લઈ મહિલા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.મુંબઈ જીએસટી વિભાગના અધિકારીઓ સાથે મુંબઇ પોલીસે સુરતના પોશ વિસ્તારમાંથી એક મહિલાની અટકાયત કરી મુંબઈ લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. મહિલા સામે મહારાષ્ટ્રમાં જીએસટી ચોરીનો આરોપ લાગ્યા બાદ અટકાયત કરાઈ હોવાની ચર્ચાઓ બહાર આવી છે. મહિલા ત્રણ મહિના પહેલાં જ પતિ સાથે સુરત રહેવા આવી ગઈ હતી. જીએસટીના અધિકારીઓએ મહિલાને ઘરમાંથી લાખો-કરોડો રૂપિયાની રોકડ સાથે પકડી પાડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અટકાયત બાદ મહિલાને તબીબી તપાસ પછી મુંબઈ લઈ જવાઈ હોવાનું અને ત્યાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મહિલાની તપાસમાં વધુ કરોડો રૂપિયાનું કૌભાંડ નીકળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મહિલાને લઈ જતા સીસીટીવી સામે આવતા મુંબઈ જીએસટી અધિકારીઓએ મહિલાની ધરપકડ કરી હોવાનું કહી શકાય છે.
