Gujarat

૧૫૯૬ વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસ્મને પકડી પાડતી થરાદ એલસીબી

થરાદ
થરાદ વિસ્તારમાં એલસીબીના પ્રકાશચંદ્ર અમૃતલાલ, ઇશ્વરભાઇ હરસીંગાભાઇ, અરજણાજી સ્વરૂપાજી, પ્રકાશભાઇ માવજીભાઇ પેટ્રોલીગમાં હતા. રાજસ્થાન તરફથી એક જીપમાં વિદેશી દારૂ લવાઇ રહ્યો હોવાની બાતમી મળતાં વૉચ ગોઠવી નાકાબંધી કરી હતી. જીજે-૧૨-એકે-૮૭૫૦ નંબરની જાયલો જીપને અટકાવી તલાશી લેતાં વિદેશી દારૂની ૪૩ પેટીમાંથી ૧૫૯૬ બોટલ ભરેલી મળી હતી. ૧,૭૬,૩૭૬ દારૂ ૩,૦૦,૦૦૦ ની જીપ અને ૧૦,૦૦૦ નો મોબાઇલ મળી રૂપિયા ૪,૮૬,૩૭૬ના મુદ્દામાલ સાથે જીપ ચાલક અજીતસિંહ કનુભા જાડેજા તથા રૂપસંગ દેવુભા સોઢાનલીયાટીબા, તા.રાપર, જિ.કચ્છ)ને ઝડપ્યા હતા.થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી જિલ્લાની એલસીબી પોલીસે બાતમીના આધારે ૧૫૯૬ બોટલ વિદેશી દારૂ ભરેલી એક જીપને કચ્છના બે શખસો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

1596-bottles-with-foreign-liquor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *