રાજકોટ
હાલ આઈપીએલ ૨૦૨૨ની મેચ પૂર્ણ થઈ અને તે ગુજરાત ટાઈટન્સની ટીમ જીત હાસલ કરી છે ત્યારે હવે આગામી ૧૭મી જૂનના રોજ રાજકોટના-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-૨૦ મેચ રમાનાર છે. જેને લઈ એસસીએ એ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જાેકે આ મેચને લઇ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. એસસીએએ આ મેચ માટેની ટિકિટના દરની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે, અગાઉના ૮ મેચમાં જે ટિકિટ ૫૦૦થી લઇ ૭૦૦૦ સુધી મળતી હતી તે ટિકિટના ભાવ વધારીને તે ૧૦૦૦થી લઇ ૮૦૦૦ સુધી નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ પાર્ટ પાડીને તે મુજબ ટિકિટનાં દર નક્કી કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં વીઆઈપી લોકોને સાથે ડિનર પણ મળશે. આ ટિકિટ ઓનલાઈન અને ઓફલાઇન એમ બન્ને રીતે વેચાણ કરવામાં આવશે. ભારત-આફ્રિકા મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ ૧,૨ અને ૩ માટે ટિકિટના દર રૂ.૧૦૦૦, વેસ્ટ સ્ટેન્ડના લેવલ ૧ માટે રૂ. ૧૫૦૦, લેવલ ૨ અને ૩ માટે રૂ. ૨૦૦૦ અને વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સ (૧૫ સીટ)નો ટિકિટનો ભાવ રૂ.૭,૦૦૦ રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલીયનમાં લેવલ ૧ (ડીનર સાથે)નો ભાવ રૂ.૭,૦૦૦, લેવલ-૨ (બ્લોક એથી ડી) રૂ. ૪,૦૦૦, લેવલ ૩ના રૂ.૨,૫૦૦ અને કોર્પોરેટ બોક્સ (૧૫ સીટ)નાં ભાવ રૂ.૮,૦૦૦ રાખવામાં આવ્યા છે. અત્યારસુધીમાં રાજકોટનાં એસસીએ સ્ટેડિયમમાં કુલ ૮ આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં ૨ ટેસ્ટ, ૩ ટી-૨૦ અને ૩ વન-ડેનો સમાવેશ થાય છે. ગત ૧૭ જાન્યુઆરી-૨૦૨૦નાં રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગી જતા અહીં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાયો નહોતો. ત્યારે રાજકોટમાં અઢી વર્ષ બાદ ૧૭ જૂનના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. જેને લઈને રંગીલા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
