Gujarat

૨૦૧૮માં સાણંદમાં ત્રિપલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા

અમદાવાદ
વર્ષ ૨૦૧૮ સાણંદમાં ત્રિપલ હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપી ભાઈએ બહેન અને બનેવી તથા બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જે બાદ મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને સબૂતો અને સાક્ષીઓને ધ્યાને રાખી આ કૃત્ય બદલ આકરી સજા કરી છે. કોર્ટે આ મામલે ૧૭ સાક્ષી, ૬૩ દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. આરોપીએ બહેનને ૭ ઘા અને બનેવીને ૧૭ ઘા માર્યા હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને ૪ મહિનાનો સમય થયો હતો. જેથી આ કમકમાટી ભર્યા કિસ્સામાં કોર્ટે કડક સજા ફટકારી છે. સાથે જ મૃતક વિશાલના પરિવારને રૂપિયા ૧૦ લાખનું વળતર આપવાનો કોર્ટે કર્યો આદેશ. સાથે જ એક મહત્વપૂર્ણ સાક્ષી કે જે આ કેસમાં પીડિત તરીકે ગણી ૫૦ હજારનું વળતર આપવાનો હુકમ કોર્ટે કર્યો છે. મિર્ઝાપુર કોર્ટ દ્વારા ત્રીજીવાર આ પ્રકારે કોઈ આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. જ્યારે પહેલીવાર આ પ્રકારના ઓનર કિલિંગના કિસ્સામાં મિરઝાપુર કોર્ટમાંથી ફાંસીની સજા થઈ છે.વર્ષ ૨૦૧૮માં અમદાવાદના સાણંદ બનેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે મિર્ઝાપુર કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે ૧૭ સાક્ષી તેમજ ૬૩ દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. આ કેસના સાક્ષીને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી હાર્દિક ચાવડાએ તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી. ત્યારે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *