Gujarat

૨૦૨૨નો ‘દિવ્યાંગ પારિતોષિક’  મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી

તા૧૯ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે
ભરેલા અરજી પત્રકો રોજગાર કચેરી ખાતે મોકલી આપવાના રહેશે
વર્ષ- ૨૦૨૨ના ત્રણ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે મદદનીશ નિયામક રોજગાર કચેરી, છોટાઉદેપુર તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ કેટેગરીમાં (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ / સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (૩) દિવ્યાંગ વ્યકિતઓને રોજગારી આપવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ આવી ત્રણ કેટેગરીનો સમાવેશ થાય છે.
દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમૂનો વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા મદદનીશ નિયામક રોજગાર કચેરી ખાતેથી વિનામૂલ્યે મેળવી શકાશે. ૪૦% કે તેથી વધુ ક્ષતિ ધરાવતા અંધ,બહેરા-મૂંગા,અપંગ રકતપિત તથા મંદબુદ્ધિવાળા કર્મચારી /સ્વરોજગાર કરતી વ્યક્તિ તથા તેમને કામે રાખનાર નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ અધિકારીઓના અરજી ફોર્મ તા.૧૯ સપ્ટે. સુધીમાં સાધનીક દસ્તાવેજો સહિત ત્રણ નકલમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.
અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ડોક્ટરનુ પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા, પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર તેમજ દિવ્યાંગ વ્યક્તિને કામે રાખનારે છેલ્લા ત્રણ વર્ષમાં નોકરી પર રાખેલ તમામ કર્મચારીની યાદી તેમજ દિવ્યાંગ કર્મચારીની વિગતો અરજી ફોર્મ સાથે રજૂ કરવાની રહેશે. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે. વધુ માહિતી માટે મદદનીશ નિયામક રોજગાર કચેરીનો સંપર્ક સાધવા વિનંતિ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *