Gujarat

૨૫ ટકા ફી પરત કરવા ગુજરાત વાલીમંડળ હાઈકોર્ટે પહોંચી

અમદાવાદ
કોરોના મહામારીમાં ધોરણ ૧ થી ૮ ના વર્ગો ૩ જ મહિના ચાલ્યા હોવાથી તેમ જ સંપૂર્ણ કોર્ષ પણ પૂરો ના થઈ શક્યો હોવાથી ૨૫ ટકા ફી માફીની માંગ વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે. નરેશ શાહે જણાવ્યું હતું કે, સંપૂર્ણ વર્ષ દરમિયાન શિક્ષણ ઑફલાઈન ના થઈ શક્યું તેમજ કોર્ષ પણ પૂરો ના થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને જાેતા માસ પ્રમોશન જાહેર કર્યું છે, એવામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ -૨૧માં ૨૫ ટકા ફી માફી માટે પણ વાલીઓ હકદાર છે. નરેશ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, જાે શૈક્ષણિક સત્ર પૂરું થયું હોત અને જાે માસ પ્રમોશન અપાતું હોય તો ફીમાં પણ વાલીઓને રાહત મળવી જાેઈએ. નરેશ શાહે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં સરકારે ૨૫ ટકા ફી માફી આપી હતી અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૧ – ૨૨ માં પણ ૨૫ ટકા ફી માફીની મૌખિક જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ વાલીઓને મળ્યો નહીં. અંતે હવે માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં ર્નિણય લેવો જાેઈએ. ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો! બાળકોને ભણવાના પાઠ્‌યપુસ્તક માટે પેપરની ખરીદીમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર વાલી મંડળ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી અરજી મામલે સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે.રાજ્યમાં ફરી એકવાર સ્કૂલ ફી મુદ્દે વાલી મંડળ ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચ્યું છે. વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરાઈ છે. ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓની ૨૫ ટકા ફી પરત કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

India-Gujarat-Gujarat-High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *