Gujarat

૩ બાઈક ચોરનાર ઈસ્મની ભીલડી પોલીસે ધરપકડ કરી

ડીસા
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જે અન્વયે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર વાહન ચોરીના અનડિટેક્ટ ગુના શોધવા માટે ભીલડી પોલીસની ટીમ પણ પ્રયાસો કરી હતી. તેમજ ભીલડી પોલીસ સોયલા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે સમયે સોયલા ફાટક થી ગામ તરફ જતા રોડ પર એક શંકાસ્પદ બાઈક ચાલક હોવાનું માલુમ પડ્યું હતું. તેને ઉભો રાખી પૂછપરછ કરી હતી તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે કડક પૂછપરછ કરતા તેને બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરતા તેની અટકાયત કરી હતી અને તેની પાસેથી કુલ ત્રણ બાઇક સહિત ૧.૧૦ લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભીલડી પોલીસે બાઈક ચોર વિષ્ણુ દેવીપુજક સામે ગુનો નોંધી વધુ ચોરીના ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે.ડીસા તાલુકાના ભીલડી પાસે આવેલ સોયલા ગામ નજીકથી એક રીઢો બાઇક ચોર ઝડપાયો છે. પૂછપરછ બાદ પોલીસે ચોર પાસેથી કુલ ત્રણ બાઈક સહિત ૧.૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કજે કર્યો છે અને ચોરની અટકાયત કરી વધુ ચોરીના ગુનાઓ નો ભેદ ઉકેલવા આગળની તપાસ હાથ ધરી છે.

File-01-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *