Gujarat

૩૧ મે સુધી અમદાવાદ એરપોર્ટ ૯ કલાક માટે બંધ રહેશે

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટને લઈ મહત્ત્વની ખબર સામે આવી રહી છે. આ ખબર એટલા માટે પણ ખાસ છે કે જે લોકો આજથી ૩૧ મે સુધીમાં પ્લેનની સવારી કરવાના છે. કારણ કે ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે સુધી એરપોર્ટ ૯ કલાક માટે બંધ રહેશે. જણાવી દઇએ કે, ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે સુધી સવારે ૯ થી સાંજે ૬ સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે. માટે આ દિવસો દરમિયાન દરેક ફ્લાઈટો સવારે ૮ પહેલા અને સાંજે ૬ વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. આ સમગ્ર મામલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથી જ જાણકારી આપી દેવામાં આવી છે. જેથી મુસાફરોને વધારે તકલીફ ન પડે. જણાવી દઇએ કે, ૨૧ મે સુધી ૩૩ જેટલી ફ્લાઈટોને પણ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત ૩૧ મે સુધી ૧૫ જેટલી ફ્લાઈટોને રિ-શિડ્યૂલ કરી દેવામાં આવી છે. રન-વે પર રિકાપેંટિગની કામગીરી ચાલી રહી છે જેથી આ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે લોકોએ એડવાન્સ બૂકિંગ કરાવી દીધું છે તેમને તકલીફ ન પડે તે માટે ફ્લાઈટો મર્જ કરવવામાં આવશે. ખાસ કરીને સ્ટાર એરની કિશનગઢ અને ટૂ જેટની પોરબંદર કંડલા ફ્લાઈટને બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત ટૂ જેટની જેસલમેર ફ્લાઈટના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે રિકાપેંટિગની કામગીરીથી એર ઈન્ડિયાની કોઈ પણ ફ્લાઈટ રદ નહી કરવામાં આવે.અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ૩૧ મેં સુધી બંધ રહેશે. જેમાં એરપોર્ટ રન વેના રિકાર્પેટિંગની કામગીરીને કારણે અમદાવાદ એરપોર્ટ દરરોજ ૯ કલાક બંધ રહેશે. તેથી અમદાવાદ એરપોર્ટ સાડા ચાર મહિના બંધ રહેવાથી ૩૩ ફ્લાઇટ રદ કરાઇ છે. તથા અન્ય ૧૫ ફ્લાઈટોનું રિશિડ્યુલ કરવામાં આવ્યું છે.

Flights-Ahemdavad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *