Gujarat

૫ વર્ષનો બાળક ગાડી નીચે આવી જતા પોલીસે ગુનો દાખલ કરી ડ્રાયવરની ધરપકડ કરી છે

વડોદરા
ડોર ટુ ડોર કચરા ના કલેક્શનની ગાડીના ડ્રાયવરની ઘોર બેદરકારીના કારણે વડોદરા ના તાંદલજામાં પાંચ વર્ષનો માસુમ બાળક ગાડી નીચે આવી જતા લોકોના જીઈવ તાળવે બાંધ્ય હતા. આ ઘટના ની જાન થતા જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી ડ્રાયવરની ધરપકડ કરી છે.તાંદલજા મકરંદ દેસાઇ રોડ પર સમીમ પાર્કમાં રહેતા અમજદખાન ઇબ્રાહીમખાન પઠાણ એમેઝોન ડિવાઇસમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ઘરે હતા.તે દરમિયાન કોર્પોરેશનની ડોર ટુ ડોર કલેક્શનની ગાડી સોસાયટીની ગલીમાં કચરો લેવા માટે આવી હતી.તેમનો મોટો પુત્ર કચરો નાંખવા માટે ગયો હતો.અને તેમનો પાંચ વર્ષનો નાનો છોકરો ઘરની બહાર રમવા માટે નીકળ્યો હતો.તે દરમિયાન ઉપરોક્ત કચરાની ગાડીના ડ્રાયવર અનિલ ખુમચંદભાઇ ગરવાલ બેધ્યાનપણે કચરાની ગાડી રિવર્સ લેવા જતા પાંચ વર્ષનો બાળક ગાડીના ટાયર નીચે કચડાઇ ગયો હતો.ડ્રાયવરે ફરીથી ગાડી આગળ લેતા ટાયર ફરીથી બાળકના માથા પર ચડી ગયું હતું.બૂમાબૂમ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.અને ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ,સારવાર મળે તે પહેલા જ બાળકનું કરૃણ મોત થયું હતું.જે અંગે જે.પી.રોડ પોલીસે ગાડીના ડ્રાયવર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

A-five-year-old-child-was-crushed-by-a-garbage-truck.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *