ગુજરાત સરકાર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જામનગર દ્વારા જામનગર શહેર તથા જામનગર જિલ્લા(ગ્રામ્ય) કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ સુધી, બ વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ સુધી અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષ સુધી એમ વિભાગ વાર જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવશે.જેમાં ભાગ લેવા ઈચ્છતાં ઉમેદવારોએ પોતાની એન્ટ્રી તા.૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતે મોકલી આપવાની રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં-૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
