કાગવડ ગામે ઇકો ફ્રેન્ડલી બુથ ઊભું કરાશે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨-અનુસંધાને મતદાન પ્રક્રિયા પ્રસંગે ૭૪-જેતપુર વિધાનસભા બેઠક પર જેતપુર અને જામકંડોરણા તાલુકામાં કુલ ૭- સખી-બુથ ઉભા કરાશે. સખી બુથની વિશેષતા એ રહેશે કે મતદાન સમયે આ બુથ ની તમામ કામગીરી મહિલા સ્ટાફ સંભાળશે,
આવા સખી-બુથ જામકંડોરણા તાલુકા ના રંગપર, ઉજળા, તરવડા, જેતપુર તાલુકાના મંડલિકપુર, કાગવડ-૧
આ ગામો ઉપરાંત જેતપુર શહેર માં જેતપુર-૪૬ (જી કે સી કે બોસમીયા કોલેજ ) જેતપુર-૬૨ (વિવેકાનંદ વિદ્યાલય) મળી કુલ સાત સખી બુથ ઊભા કરશે આ બુથ પર મહિલા કર્મી સ્ટાફ દ્વારા સંપૂર્ણ મતદાન ની તમામ કામગીરી મહિલા સ્ટાફ સંભાળી ચૂંટણી ૨૦૨૨ “અવસર” ને પરિપૂર્ણ કરશે .
૭૪- જેતપુર વિધાન સભા બેઠક માં કાગવડ ગામે ઇકો ફ્રેન્ડલી બુથ ઊભું કરાશે.વિધાનસભા સામાન્ય ચૂંટણી મતદાન પર્વના “અવસર “પ્રસંગે ૭૪-જેતપુર વિધાનસભા બેઠક વિસ્તાર માં મતદાન દિવસે કાગવડ ગામ ખાતે કાગવડ બુથ-નંબર-૧૩૧ સ્થળ -પ્રાથમિક શાળા કાગવડ ખાતે ઇકો-ફ્રેન્ડલી બૂથ ઊભું કરાશે આ બુથ ની વિશેષતા એ રહેશે કે ત્યાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવામાં આવે
આ સમયે મતદાનની તમામ પ્રક્રિયાઓમાં માત્ર ને માત્ર સામગ્રીમાં કાગળનો ઉપયોગ કરાશે અને પ્લાસ્ટિક થી દૂર રહી ઇક્કો ફ્રેન્ડલી બુથ થી લોક પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ થશે
