ચૂંટણી અધિકારીશ્રી ૭૯-જામનગર (દક્ષિણ) અને જિલ્લા પુરવઠા અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભામાંથી ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તાર અને ૮૦-જમજોધપૂરમાં પ્રીસાઈડિંગ ઓફિસર કે પ્રથમ પોલિંગ ઓફિસર તરીકે નિમણૂક પામેલા કર્મચારીઓને જામનગર ખાતેથી સબંધિત વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર જવા તા.૩૦-૧૧-૨૦૨૨ ના રોજ સવારે ૭:૦૦ કલાકે ડીસીસી હાઇસ્કૂલ સાત રસ્તા જામનગર ખાતેથી બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પોતાના વાહનમાં જવા ઇચ્છતા કર્મચારીઓ સબંધિત વિધાનસભાના મુખ્ય મથકે નિયત સમયે જઇ શકશે. જેની તમામ કર્મચારીઓએ નોંધ લેવી.
