Gujarat

૮૭ – વિસાવદરના પ્રિસાઈડિંગ અને પોલિંગ ઓફિસરને રીસીવિંગ- ડિસ્પેચિંગ સેન્ટર પહોંચવા માટે બસની સુવિધા

૮૭ – વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી ફરજમાં નિમણૂક પામેલ તમામ કર્મચારીઓને જૂનાગઢ જિલ્લાની અન્ય વિધાનસભામાંથી ૮૭ – વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટે પ્રિસાઇડિંગ ઓફિસર કે, પ્રથમ પોલીંગ ઓફિસરે શ્રી માંડાવડ શૈક્ષણીક સંકુલ, જૂનાગઢ રોડ, માંડાવડ ખાતે તાલિમ દરમિયાન સરકારી બસમાં આવવા માટેનો વિકલ્પ પસંદ કરેલ હોય તેવા નિમણુક પમેલ કર્મચારીઓને તેઓના તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી ૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તારના રીસીવિંગ-ડીસ્પેચિંગ સેન્ટર – (શ્રી માંડાવડ શૈક્ષણીક સંકુલ, જૂનાગઢ રોડ, માંડાવડ) ખાતે પહોચવા માટે પ્રાઇવેટ વાહનો તા.૩૦/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૫:કલાકે તાલુકા મથકો ખાતેથી વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ  છે.

જેમાં માણાવદરમાં કોમ્યુનિટી હોલ સેન્ટર – સિનેમા ચોક,  વંથલીમાં ગેલેક્સી ઢાબા, જૂનાગઢમાં બહાઉદિન કોલેજ, કોલેજ રોડ,  મેંદરડામાં પાદર ચોક, કેશોદમાં ચાર ચોક, માળીયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલ અને માંગરોળમાં તાલુકા પંચાયત કચેરી ખાતેથી ઉપડશે.

ઉપરાંત પોતાના વાહનમાં આવવા ઇચ્છતા કર્મચારીશ્રીઓએ ૮૭ – વિસાવદર વિધાનસભા મતવિસ્તારના રિસીવિંગ – ડીસ્પેચિંગ સેન્ટર – શ્રી માંડાવડ શૈક્ષણીક સંકુલ, જૂનાગઢ રોડ, માંડાવડ ખાતે નિયત થયેલા સમયે સવારે ૦૭ કલાકે પહોંચવાનું રહેશે. જેની તમામ કર્મચારીઓએ નોંધ લેવા ચૂંટણી અને પ્રાંત અધિકારી વિસાવદરના શ્રી કિર્તન એ. રાઠોડની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *