Haryana

હરિયાણાના ગુરુગ્રામની હોટલમાં ધો.૧૦ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ૨ લોકોની કરી ધરપકડ

ગુરુગ્રામ
હરિયાણાના ગુરુગ્રામમાં ધોરણ ૧૦ની એક વિદ્યાર્થીની પર તેના બે મિત્રો સહિત પાંચ યુવકોએ તેને અહીંની એક હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવાર રાતની ઘટનામાં પાંચમાંથી બે આરોપીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. ચૌદ વર્ષની પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે તેની પુત્રી ઘરેથી નીકળી હતી. પીડિતાની માતાએ કહ્યું કે તેને લાગ્યું કે તેની દીકરી નજીકના પાર્કમાં ફરવા ગઈ હશે. પીડિતાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે તે લાંબા સમય સુધી પરત ન આવી ત્યારે અમે તેને શોધવાનું શરૂ કર્યું પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે મારી પુત્રી ઘરની નજીકથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે પૂછવામાં આવ્યું કે તે આખી રાત ક્યાં હતી, ત્યારે કિશોરીએ તેની માતાને કહ્યું કે તેને તેના બે મિત્રો બાઇક પર એક હોટેલમાં લઈ ગયા હતા જ્યાં બે યુવકો અને અન્ય ત્રણ લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ તેને ધમકી પણ આપી હતી કે જાે તેણીએ આ ઘટના વિશે કોઈને કહ્યું તો તેને જાનથી મારી નાખીશું. ફરિયાદના આધારે, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬-ડ્ઢ (સામુહિક બળાત્કાર), ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા અધિનિયમ (ર્ઁંઝ્રર્જીં) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે કિશોરીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ બળાત્કારની પુષ્ટિ કરી હતી. ડીસીપી (પશ્ચિમ) દીપક સહારે જણાવ્યું હતું કે સોમવારે સાંજે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *