Haryana

ગુરુગ્રામમાં બુરખો પહેરેલ મહિલાએ ટેક્સી ડ્રાઈવર પર છરીથી હુમલો કર્યો

હરિયાણા
ગુરુગ્રામમાં હિજાબ અને બુરખો પહેરેલી એક મહિલાએ ટેક્સી-ડ્રાઈવરને છરી મારી દીધી. દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં હુમલો કરનારી મહિલા વિદેશી છે અને તે ઈજિપ્તની રહેવાસી હોવાનું કહેવાય છે. મહિલાએ જ્યારે તેને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો અને મહિલા પોલીસકર્મીને નાકમાં મુક્કો માર્યો હતો. મહિલા પોલીસકર્મી પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પોલીસ મહિલાની ભાષા સમજી શકતી નથી, જેને કારણે ટેક્સી ડ્રાઈવરને છરી મારવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. ગુરુગ્રામના રાજીવ ચોકમાં મંગળવારે હિજાબ-બુરખો પહેરેલી એક મહિલાએ અચાનક ટેક્સી-ડ્રાઈવર પર છરી વડે હુમલો કર્યો. મહિલા હાથમાં છરી લઈને રસ્તા પર ઉભી હતી. જાહેરમાં મહિલાના હાથમાં છરી જાેઈને ત્યાં હાજર લોકોની ભીડ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત ટેક્સી ડ્રાઈવર રઘુરાજે જણાવ્યું કે તે દિલ્હી આનંદ વિહાર સુધી સવારી છોડવા જાય છે. આજે પણ તેની ટેક્સીમાં એક સવારી બેસેલી હતી. આ દરમિયાન આરોપી મહિલા તેની ટેક્સી પાસે પહોંચી હતી. રઘુરાજે ટેક્સીને સવારી સમજીને રોકી દીધી. રઘુરાજ કંઈ સમજે તે પહેલા મહિલાએ છરી કાઢીને તેની કમરમાં ઘા ઝીંકી દીધો હતો. મહિલાએ છરી મારતાની સાથે જ તે દોડવા લાગી હતી. દરમિયાન રઘુરાજ તેની પાછળ ગયો અને પછી તેને પકડવાનો પ્રયાસ કર્યો. દરમિયાન સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મહિલા ભીડ વચ્ચે ઝપાઝપી કરતી રહી. માહિતી બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માહિતી મળ્યા બાદ સેક્ટર-૧૫ સિવિલ લાઇન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને આરોપી મહિલાને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો. મહિલા પહેલા તો શાંત ઊભી રહી, પરંતુ જ્યારે મહિલા પોલીસકર્મીએ તેનો હાથ પકડવા માંગ્યો તો તેણે પહેલા તેના હાથમાં રહેલી બોટલમાંથી તેના પર પાણી ફેંક્યું અને પછી હુમલો કર્યો. જ્યારે મહિલા પોલીસકર્મીએ તેને મુક્કો માર્યો તો બદલામાં મહિલાએ પણ પોલીસકર્મીને મુક્કો માર્યો. આશરે ૨૦ મિનિટ સુધી ચાલેલા ડ્રામા બાદ પોલીસે આરોપી મહિલાને કાબૂ કરીને કારમાં બેસાડી પોતાના સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ. સ્ટેશનમાં તેની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. પોલસનું કહેવું છે કે આરોપી મહિલા તપાસમાં સહયોગ નથી કરી રહી. તેમની ભાષા પણ પોલીસને સમજમાં આવી રહી નથી.

gurugram-also-attacks-female.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *