Haryana

પાર્કમાં અર્ધ નગ્ન હાલતમાં યુવતીની લાશ મળી, પ્રાઈવેટ પાર્ટમાં નાખી પાઈપ જેવી વસ્તુ

હરિયાણા
હરિયાણાના ફરીદાબાદમાં યુવતીની સાથે ર્નિભયા જેવી ક્રૂરતા આચરવામાં આવી છે. સેક્ટર ૭ વિસ્તારમાં આવેલા પાર્કમાંથી અર્ધ નગ્ન હાલતમાં યુવતીની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીને માથાના ભાગે મારીને તેની હત્યા કરવામાં આવી છે. આ સાથે યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં પાઇપ જેવી વસ્તુ નાખવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીની ઉંમર લગભગ ૩૦ વર્ષ છે, તેના બંને હાથ પર ?નું ટેટૂ છે અને એક તરફ આરએમનું ટેટૂ છે, પરંતુ યુવતીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હાલ પોલીસ, ફોરેન્સિક ટીમ અને ઝ્રૈંછની ટીમ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને લગભગ આઠ વાગ્યાની આસપાસ યુવતીનો મૃતદેહ હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસની ટીમ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર લાશ ૨ થી ૩ દિવસ જૂની હોવાનું કહેવાય છે. મૃતક યુવતીના બંને હાથમાં ઓમ લખેલું છે, જ્યારે એક હાથમાં આરએમ લખેલું છે. હાલ મૃતદેહને પોલીસમાં ઓળખ માટે સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. મામલાની ગંભીરતાને જાેતા તપાસ માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના શરીર પર શૂટ પહેરેલો હતો, જ્યારે તેના નીચેના વસ્ત્રો ગાયબ હતા અને તેના માથાના ભાગે ઈજાના નિશાન હતા, જેમાં વહેતું લોહી સુકાઈ ગયું હતું.જ્યારે પોલીસને મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં પાઈપ નાખવામાં આવી હોવા અંગે પૂછવામાં આવતા પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. હાલ પોલીસ એવી દવા કરી રહી છે કે આ કેસમાં જલ્દી જ આરોપીઓ સુધી પહોંચી જશે. સેક્ટર-૮ના એસએચઓ દલબીર સિંહે આ બાબતની પુષ્ટિ કરી છે અને એમ પણ કહ્યું છે કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *