હરિયાણા
હરિયાણામાં બે સીટો માટે રાજ્યસભા ચૂંટણીના પરિણામોનુ એલાન થઈ ગયુ છે. હરિયાણા રાજ્યસભા ચૂંટણી દરમિયાન જબરદસ્ત ટિ્વસ્ટ જાેવા મળ્યુ. આદમપુરથી કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પોતાની પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે. કુલદીપ બિશ્નોઈએ કોંગ્રેસ નેતા અજય માકનને વોટ ન આપ્યો. જેના કારણે તે ચૂંટણીમાં હારી ગયા છે. હરિયાણાની રાજ્યસભાની બે સીટો પર ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર કૃષ્ણ પંવાર અને ભાજપ-જેજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માને વિજયી જાહેર કર્યા છે. કોંગ્રેસના અજય માકન હારી ગયા છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે કોંગ્રેસનો મત નકારવામાં આવ્યો કારણ કે આદમપુરના કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને કોંગ્રેસના ઉમેદવાર અજય માકનને મત ન આપ્યો. હરિયાણાના સીએમ ખટ્ટરે કહ્યુ, ‘કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પોતાના અંતરાત્માની વાત સાંભળીને ખુલ્લેઆમ મતદાન કર્યુ છે. હું કહી શકુ છુ કે તેમને પીએમ મોદીની નીતિઓ અને વિચારધારામાં વિશ્વાસ છે. તેમણે વિચાર્યુ પણ નહોતુ કે આ પછી કોંગ્રેસ પાર્ટી તેમની સાથે શું કરવા જઈ રહી છે. હરિયાણા રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પર સીએમ ખટ્ટરે કહ્યુ કે, આ અમારા માટે ખુશીની વાત છે. કૃષ્ણલાલ પંવાર અને કાર્તિકેય શર્માને જીતાડવા માટે હું તમામ ધારાસભ્યોનો આભાર માનુ છુ. આ લોકશાહીની જીત છે. મને આશા છે કે બંને ગૃહ હરિયાણાના લોકો સાથે સંબંધિત મામલાઓને ઉઠાવશે. હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાએ કહ્યુ કે કોંગ્રેસના અજય માકન બહુ ઓછા મતોથી હારી ગયા છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં શનિવારે વહેલી સવારે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. વાસ્તવમાં મ્ત્નઁ-ત્નત્નઁ સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્યો કિરણ ચૌધરી અને બીબી બત્રાના મત રદ કરવાની માંગ કરી હતી. તેમના પર વોટની ગુપ્તતા સાથે ચેડા કરવાનો આરોપ હતો. અગાઉ શુક્રવારે (૧૦ જૂન), અજય માકને ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યુ હતુ કે મ્ત્નઁ-ત્નત્નઁ-સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા દ્વારા ઉઠાવવામાં આવેલી માંગને નકારી કાઢવામાં આવે અને વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે.
