Haryana

હરિયાણાના બલાના ગામમાં પરિવારના ૬ લોકો ઝેર ખાઈ સૂઈ ગયા…

હરિયાણા
હરિયાણાના અંબાલા શહેરના બલાના ગામમાં એક જ પરિવારના ૬ લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ આખો પરિવાર રાતે ઝેર ખાઈને સૂઈ ગયો હતો. સવારે તેમનામાંથી કોઈ ઉઠ્‌યું જ નહીં. એક જ પરિવારના ૬ લોકોના મોતની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ. આ મામલાની જાણ થતા પરિવારના અન્ય લોકોના તો રડી રડીને હાલ ખરાબ થઈ ગયા છે. મામલો આત્મહત્યાનો કહેવાઈ રહ્યો છે. પરિવારના સભ્ય સુખવિંદર સિંહ ઘરમાં ફંદે લટકેલી હાલતમાં મળી આવ્યા. તેમના પિતા સંગત રામ અને માતા મહિન્દ્રો સાથે પત્ની રીના, ૭ વર્ષની પુત્રી જસ્સી અને ૫ વર્ષની સૌથી નાની બાળકી આશુના મૃતદેહ સંદિગ્ધ પરિસ્થિતિમાં મળી આવ્યા. ગ્રામીણોએ આ મામલાની સૂચના પોલીસને આપી. ત્યારબાદ પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી. સ્થાનિક પોલીસને ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે. જેમાં સુખવિન્દરે પોતાના મોતનું કારણ જણાવ્યું છે. કહેવાય છે કે સુખવિન્દર જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં તેને પરેશાન કરવામાં આવી રહ્યો હતો અને આ સાથે ૧૦ લાખ રૂપિયા માંગણી કરાઈ હતી. સુખવિન્દરે પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે તેના મોત માટે સાઈ હૌંડા યમુનાનગરના માલિક કવિ નરુલા અને બાલ કિશન ઠાકુર જવાબદાર છે. જે તેની પાસે પૈસાની માંગણી કરતા હતા અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા. હવે પોલીસ આ એંગલથી પણ મામલાની તપાસની વાત કરી રહ્યા છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *