Haryana

હરિયાણામાં મહિલાને તંત્રએ ૨૧ લાખનું લાઈટ બિલ મોકલ્યું, ઢોલ-નગારા વગાડી કર્યો વિરોધ

પાનીપત
હરિયાણામાં સાઠ ગજના મકાનમાં રહેતી એક વૃદ્ધ મહિલાને વિજળી વિભાગ તરફથી ૨૨ લાખનું લાઈટ બિલ મોકલ્યું છે. જેના વિરોધમાં વૃદ્ધ મહિલાએ નિગમની ઓફિસ બહાર ઢોલ વગાડી અને મિઠાઈ વહેંચી હતી. હકીકતમાં પાનીપતમાં સબડિવિજન વિજળી નિગમ કાર્યાલયમાં વિજળી બિલ વધારે આવવા પર અલગ રીતે ખુશી મનાવી હતી. સંત નગરની રહેવાસી ૬૫ વર્ષિય સુમનના ૬૦ ગજના મકાનમાં વિજળી બિલ ૨૧ લાખ ૮૯ હજાર રૂપિયા આવ્યું છે. જે બાદ તેણે વિજળી નિગમમાં ઢોલ વગાડી અને અધિકારીઓ માટે મિઠાઈ લઈને પહોંચી ગઈ હતી. વૃદ્ધ મહિલા સુમનનું કહેવું છે કે, તેની પાસ બિલ ભરવાના પૈસા નથી અને તે પોતાનું ઘર વેચવા જઈ રહી છે. જેની ખુશીમાં તે ઢોલ વગાડી રહી છે. સુમન પોતાના ૬૦ ગજના ઘરમાં એકલી રહે છે અને મિત્તલ ફેક્ટરીમાં મજૂરી કામ કરી જીવન ગુજારી રહી છે. ત્યાર બાદ વર્ષ ૨૦૧૯માં સંત નગરની રહેવાસી સુમનનું વિજળી બિલ અચાનક ૧૨ લાખ રૂપિયા આવ્યું હતું. જ્યારે તેના આગલા મહિનાનું બિલ તેણે ભરી દીધું હતું. સુમને કહ્યું કે, ૧૨ લાખ રૂપિયા તેની પાસે નહોતા, જેના કારણે તે બિલ ભરી શકી નહોતી આ બિલ પર સતત વ્યાજ લગાવતા રહ્યા. વિજળ બિલમાં જાેયું તો, તેમાં ૯૯ હજાર રિડીંગ આવ્યા હતા. જ્યારે ૨ કિલોવોટ મીટરમાં આટલું રીડિંગ આખા વર્ષમાં પણ નથી આવી શકતું. મહિલાનું કહેવું છે કે, તેની પાસે અંતિમ ઉપાય ફક્ત ઘર વેચવાનો છે. તે પણ કદાચ આટલા રૂપિયામાં નહીં વેચાય તે બિલ ભરી શકે. સબડિવીજન વિજળી નિગમના એસડીઓ નરેન્દ્ર જાગલાને કહ્યું કે, મહિલાનું જે વિજળી બિલનું કનેક્શન છે, તે તેમના ડિવીજનની અંડરમાં નથી આવતું. એટલા માટે તેઓ વિજળી બિલ ઠીક કરી શકતા નથી. મહિલાનું પોતાનું વિજળી બિલ ઠીક કરવા માટે કિલા સ્થિત ડિવિજન પર જવું પડશે અને ત્યારે જ તેમનું વિજળી બિલ ઠીક થશે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *