ફતેહાબાદ
હરિયાણાના ફતેહાબાદની એક કોર્ટે બળાત્કારના આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટને જાણવા મળ્યું કે એફઆઈઆર નોંધવામાં લગભગ અઢી મહિના જેટલું મોડું થયું હતું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બલવંત સિંહની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ આરોપીઓ સામેનો કેસ યોગ્ય શંકા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “શંકાનો લાભ આપીને આરોપીને તેના પર લાગેલા આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે.” ઘટેલી ઘટના મુજબ પીડિતાએ તેની ફરિયાદમાં દાવો કર્યો હતો, કે બલવિંદરે ૫ અને ૬ એપ્રિલ, ૨૦૨૧ના ??રોજ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર ઘટના સમયે તેનો પતિ ગામની બહાર ગયો હતો અને તેના બાળકો સૂતા હતા. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે બળાત્કાર પહેલાં બલવિંદર તેને પકડીને એક રૂમમાં ખેંચી ગયો હતો. આ સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો, કે બલવિંદરે આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ટોહાના સિટી પોલીસ સ્ટેશનમાં જૂન ૨૦૨૧માં બલવિંદર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે બલવિંદર વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૬ (૨), ૪૫૦ અને ૫૦૬ હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં આરોપીને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા હતા. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ માત્ર આરોપીઓને ફસાવવા માટે બનાવટી વાર્તા બનાવી છે. વળી, કોર્ટે કહ્યું કે જાે આવું થયું હોય તો ફરિયાદ દાખલ કરવામાં અઢી મહિનાનો વિલંબ કેમ થયો? કેમ મહિલા એટલા સમય સુધી ચૂપ રહી? એક શારીરિક રીતે સક્ષમ મહિલા હોવાને કારણે આરોપીએ પીડિતાનું મોઢું એક હાથે બંધ કરી દીધું હોય અને મહિલા પર બળજબરી કરી હોય તેવું શક્ય નથી. તે શારીરિક રીતે ફિટ મહિલા છે, જેની ઉંમર આશરે ૩૬ વર્ષ છે. મહિલા પોતાના લગાવેલા આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. તેના આરોપો માટે કોઈ યોગ્ય પુરાવા પણ સાબિત થયા નથી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. કોર્ટે કહ્યું, મહિલા પીડિતાની કહાની કે તેણે ડર અને બદનામીના કારણે આ ઘટના કોઈને જણાવી ન હતી, તે સહમતિથી બનેલું કૃત્ય દર્શાવે છે. ઉપરાંત, બળજબરીથી કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ માત્ર એક મનઘડત કહાની છે. આ બધી બાબતો કોર્ટે ધ્યાનમાં રાખીને મહિલાની અરજીને નામંજૂર કરીને બલવંત સિંહને મહિલા તરફથી લગાવવમાં આવેલા બધા આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો.


