Himachal Pradesh

કુલ્લુમાં બસ ખીણમાં પડતાં બાળકો સહિત ૨૦ લોકોના મોત

હિમાચલપ્રદેશ
હિમાચલ પ્રદેશમાં સૈંજ ખીણના શેંશરથી સૈંજ તરફ આ બસ જઈ રહી હતી. તે દરમિયાન જંગલા નામની જગ્યાએ કેંચી મોડ પર આ બસ બેકાબૂ બની અને સીધી ખીણમાં જઈને ખાબકી. દુર્ઘટનાગ્રસ્ત બનેલી આ બસમાં સ્થાનિકો ઉપરાંત શાળાના બાળકો પણ સવાર હતા જે શાળાએ જઈ રહ્યા હતા. બસ ખીણમાં ખાબકતા શાળાના બાળકો સહિત ૨૦થી વધુ લોકોના દર્દનાક મોત થયા છે. અત્યાર સુધીમાં ૧૬ મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકો દટાયેલા છે. એસપી કુલ્લુ ગુરુદેવ શર્માએ જણાવ્યું કે બસના દુર્ઘટનાગ્રસ્ત થવાની જાણકારી મળી છે અને પોલીસ ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવાઈ છે. હિમાચલ પ્રદેશમાં સવાર સવારમાં ગોઝારો અકસ્માત થયો છે. સૈંજ ઘાટીમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકી જેમાં શાળાના બાળકો સહિત ૨૦ જેટલા લોકોના મોત થયા છે. બસમાં ૪૫ જેટલા મુસાફરો સવાર હતા.

file-01-page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *