Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના અનખુરમાં સંદિગ્ધ સિલિન્ડર મળતા બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી

જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાંથી શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યો છે. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ કાના ચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પંચાયત માલપુરના ગામ ચંદેલના સુઆ નંબર એકના પરગવાલ રોડ પાસે એક શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએથી શંકાસ્પદ સિલિન્ડર મળ્યો છે તે આર્મી યુનિટથી લગભગ ૧૦૦ મીટર દૂર છે. માહિતી મળતા જ સેનાના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *