જમ્મુકાશ્મીર
કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના ભાજપ સાંસદ ડૉ. જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને કહ્યુ, ‘ગઈકાલે ભદરવાહમાં સર્જાયેલી અપ્રિય પરિસ્થિતિથી હું ખૂબ જ દુઃખી છુ. હું નમ્રતાપૂર્વક બંને સમુદાયના વડીલો અને વડાઓને પરંપરાગત સંવાદિતા જાળવી રાખવા માટે સાથે બેસીવાની અપીલ કરુ છુ. ભદ્વવાહ હંમેશા એક સુંદર શહેર રહ્યુ છે અને તેને તે રીતે જ રાખો. અન્ય એક ટિ્વટમાં ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યુ, “હું ડોડાના ડીસી વિકાસ શર્મા અને જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારના સતત સંપર્કમાં છુ. ડીસી ડોડા અને એસએસપી ડોડા હાલમાં ભદ્વાવાહ ખાતે કેમ્પ કરી રહ્યા છે અને વ્યક્તિગત રીતે પરિસ્થિતિનુ નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ એક સ્થાનિક મુસ્લિમ મૌલવી દ્વારા કથિત રીતે અભદ્ર ભાષણ આપવા અને પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્માનુ માથુ વાઢી નાખવાની માંગ કરાયા બાદ આવ્યો છે. બીજી ઘટનામાં એક હિન્દુ યુવકે સોશિયલ મીડિયા પર પયગંબર વિશે વાંધાજનક પોસ્ટ શેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં સ્થિતિ સામાન્ય છે. પોલીસે જણાવ્યુ કે બંને કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થાનુ ઉલ્લંઘન કરનારાઓને બક્ષવામાં આવશે નહિ.જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં સાંપ્રદાયિક તણાવ ફેલાયા બાદ સાવચેતી રીતે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વળી, ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ફ્લેગ માર્ચ કરવા માટે સેના બોલાવવામાં આવી છે. ભદ્રવાહમાં ગુરુવારે સાંજે એક મસ્જિદમાં આપેલા કથિત ભડકાઉ ભાષણ બાદ તણાવનો માહોલ છે. પોલિસે આ અંગે કેસ નોંધી લીધો છે. જિલ્લા પ્રશાસને કહ્યુ કે માહોલ ના બગડે, એ માટે અમે કર્ફ્યુ લગાવી દીધો છે અને કિશ્તવાડ જિલ્લામાં સાવચેતી રુપે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.