Jammu and Kashmir

૩ પરિવારોએ ૭૦ વર્ષ રાજ કર્યું, હવે ૩૦ હજાર લોકો પાસેશાસન કરવાનો અધિકાર છે ઃ અમિત શાહ

શ્રીનગર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી જમ્મુ-કાશ્મીરના ૩ દિવસના પ્રવાસે છે. ગૃહમંત્રી અમિત શાહ રાજૌરીમાં રેલીને સંબોધન કર્યું છે. શાહે કહ્યું- ૩ પરિવારોએ જમ્મુ-કાશ્મીર પર ૭૦ વર્ષ સુધી શાસન કર્યું. લોકશાહીને માત્ર પોતાના પરિવારની જ બનાવી લીધી હતી. ત્રણ પરિવારોએ લોકશાહી અને પેઢીઓ સુધી શાસન કરવાનું બનાવી દીધુ હતુ. શાહે વધુમાં કહ્યું- પહેલા જે અધિકાર ૩ પરિવાર પાસે હતો, આજે ૩૦ હજાર લોકોને તે અધિકાર મળ્યો છે. રેલીમાં મોદી-મોદીના નારા એ લોકો માટે જવાબ છે, જેઓ કહેતા હતા કે કલમ ૩૭૦ હટાવી દેવામાં આવશે તો આગ લાગી જશે અને લોહીની નદીઓ વહેશે. જાે કલમ ૩૭૦ અને ૩૫છ હટાવવામાં ન આવી હોત તો જમ્મુ-કાશ્મીરમાં ટ્રાઈબલ રિઝર્વેશન ન મળ્યું હોત.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૩ દિવસની મુલાકાતે જમ્મુ પ્રવાસે છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમનું સ્વાગત કર્યું હતુ. ૪ ઓક્ટોબરની સવારે અમિત શાહે વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પૂજા કર્યા બાદ રાજૌરીમાં જનસભાને સંબોધી. આ સાથે ત્યાં અનેક વિકાસના પ્રોજેક્ટો પણ શરૂ કરવામાં આવ્યા હતાં (અમિત શાહે કહ્યું કે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા જમ્મુ-કાશ્મીરમાં વિકાસના કામને આગળ વધારી રહ્યા છે. અહીં ૭૦ વર્ષ સુધી શાસન કરનારા ત્રણ પરિવારોને માત્ર પરિવારની ચિંતા હતી. અહીં માત્ર ત્રણ જ પક્ષોનું શાસન હતું જેને લોકોની ચિંતા ન હતી. તેમણે કહ્યું કે આ નરેન્દ્ર મોદીની સરકાર છે. તમારા અધિકારોને કોઈ દબાવી નહિ શકે.રાજૌરીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આજે રેલી, મોદી…. મોદીના નારા એ લોકો માટે જવાબ છે જે કહેતા હતા કે જાે કલમ ૩૭૦ હટશે તો આગ લાગશે અને લોહીની નદીઓ વહેશે. તેમણે કહ્યું હતું કે, આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે, માતા વૈષ્ણોદેવીજીનાં દર્શન કર્યા પછી હું અહીં ખુશહાલ કાશ્મીરનાં આશીર્વાદ માંગીને આવ્યો છું.) રાજૌરી જિલ્લામાં સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ૭૦ વર્ષ સુધી ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીર પર રાજ કર્યું, લોકતંત્રનું નિર્માણ માત્ર તેમના પરિવારોમાં જ થયું. શું તમને બધાને ક્યારેય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો અધિકાર મળ્યો છે? ત્રણ પરિવારોએ લોકશાહીને લોકોથી દુર રાખી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે મહાનવમીના અવસર પર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા પર્વત પર પ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. શાહની સાથે ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ પણ હતા. નવ દિવસના નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસે માતાને જાેવા માટે અમિત શાહ હેલિકોપ્ટર દ્વારા સાંઝી છત પહોંચ્યા હતા.ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં મુલાકાત ને લઈને સુરક્ષા કારણોસર રજાેરી જીલ્લામાં ઈન્ટરનેટ સેવા ઠપ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સી દ્વારા એવી આશંકા બતાવવામાં આવી હતી કે ઈન્ટરનેટનો ઉપયોગ દુર્ભાવનાપૂર્ણ દુરુપયોગ કરીને સાર્વજનિક વ્યવસ્થામાં ખલેલ પહોચાડી શકે છે. શાહની આ રેલી પહેલા જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ એચકે લોહિયાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તેના ઘરેલુ નોકર પર હત્યાની શંકા છે.આ સાથે જ ત્યાં રહેતા પહાડી ભાષી લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જાે આપવાની જાહેરાત કરી શકાય છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, હંદવાડા, પૂંછ અને બારામુલ્લામાં પહાડી ભાષી લોકોની મોટી વસ્તી છે. ૫ ઓક્ટોબરે તેઓ શ્રીનગરના રાજભવનમાં યોજાનારી બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. શ્રીનગર અને બારામુલ્લામાં વિવિધ પ્રતિનિધિમંડળોને પણ મળશે. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. શાહ સોમવારે રાત્રે જમ્મુમાં ડોગરા, ગુર્જર, બકરવાલ, પહારી સમાજ અને શીખ સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. ૪ લાખથી વધુ પહાડી ભાષી વસ્તી ૧૯૬૫ થી માંગ કરી રહી છે કે તેમને એસટીનો દરજ્જાે આપવામાં આવે. જાે સૂત્રોનું માનીએ તો, ૧૯૬૫માં, જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા એસટીનો દરજ્જાે આપવા માટે કેટલીક જાતિઓની યાદી તૈયાર કરી ભારત સરકારને મોકલી હતી, જેમાં ગુર્જર, બકરવાલ અને અન્ય જાતિઓનો સમાવેશ થતો હતો. તે સમયે કોંગ્રેસની સરકાર હતી. અમિત શાહે શ્રીનગરમાં ભાજપના અનેક નેતાઓને મળ્યા હતાં અને શ્રીનગરમાં શાહ ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો બેઠકમાં જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રની પોલીસ, સીએપીએફઅને ગુપ્તચર એજન્સીઓ ના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપી હતી ગૃહમંત્રીના જમ્મુ- કાશ્મીરના પ્રવાસ પહેલા ૨૮ સપ્ટેમ્બરે ઉધમપુરમાં ૮ કલાકના અંદર બે બસોમાં બ્લાસ્ટ થયા હતા.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *