જમ્મુકાશ્મીર
કુલગામના ગોપાલપોરામાં ઘટી. જ્યાં હાઈ સ્કૂલની શિક્ષિકા પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. ઘાયલ મહિલાને તરત હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપી. પોલીસનું કહેવું છે કે હુમલામાં સામેલ આતંકીઓની જલદી ઓળખ કરી નાખવામાં આવશે અને તેમને તેની સજા અપાશે. અત્રે જણાવવાનું કે કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગનો સિલસિલો થમતો જાેવા મળતો નથી. આ અગાઉ તાજેતરમાં જ આતંકીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તહસીલ પરિસરમાં ઘૂસીને હત્યા કરી હતી. આતંકીઓની ગોળીનો ભોગ બનનારા રાહુલ પંડિત સરકારી કર્મચારી હતા. ત્યારબાદ આતંકીઓએ પોલીસકર્મી રિયાઝ અહેમદ ઠાકોરની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઉપરાંત ૨૫મી મેના રોજ બડગામના હિશરૂ વિસ્તારમાં ટીવી અભિનેત્રી અમરીન ભટ્ટની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુરક્ષાદળો હાલ જમ્મુ અને કાશ્મીરમાં આકરા પાણીએ છે. તેમણે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં પણ તેજી લાવી છે. એક અઠવાડિયામાં ૧૬ આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોના અભિયાનોથી નાસીપાસ થયેલા આતંકીઓ હવે કાયરતાપૂર્ણ હરકતો કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આતંકીઓએ કુલગામમાં એક શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક શિક્ષિકા હિન્દુ હતી અને સાંબાની રહીશ હતી.
