જમ્મુકાશ્મીર
કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. સેનાના અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી પણ માર્યો ગયો છે. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના હસનપુરા ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. પ્રવક્તાએ કહ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. તેની ઓળખ શોધવામાં આવી રહી છે. તે કઇ સંસ્થાનો હતો તે જાણવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. આ પહેલા પણ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ અલ-બદર આતંકવાદી ઈમાદ વાની તરીકે થઈ હતી. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (ૈંય્) વિજય કુમારે જણાવ્યું હતું કે વાની ગયા વર્ષે ૧૯ ડિસેમ્બરે પુલવામામાં પોલીસકર્મી મુસ્તાક વેજ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં વેજને ગંભીર ઈજા થઈ હતી.જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આ વર્ષે ૮ ઓપરેશનમાં ૧૪ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ૧૪ આતંકીઓમાંથી ૭ પાકિસ્તાનના હતા. ઘાટીમાં આતંકવાદીઓ તેમની નાપાક હરકતોથી ઉંચા નથી આવી રહ્યા અને સતત હુમલા કરવામાં વ્યસ્ત છે.